નિલકંઠ કન્યા વિદ્યાલય ખાતે બાળકો ને જાગ્રુત કરવાના આરોગ્ય ચિત્રોનુ પ્રદર્શન યોજવામા આવ્યુ
ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, રામપુરા, સુરતનાં ચોથા વર્ષ્ ના બી.એસસી.નર્સિંગ ના વિદ્યાર્થીઓ દ્વારાવિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા
સુરત : ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, રામપુરા, સુરતનાં ચોથા વર્ષ્ ના બી.એસસી.નર્સિંગ ના વિદ્યાર્થીઓ દ્વારા 27મી જુલાઈ શનિવારના રોજ નિલકંઠ કન્યા વિદ્યાલય ,વેડ રોડ,સુરત ખાતે શાળા આરોગ્ય તપાસ,આરોગ્ય શિક્ષણ અને વિવિધ રોગો જેવા કે ચંદિપુરા વાઇરસ નો ફેલવો અટકાવવા માટે ના પગલા ઓ, શારિરીક સ્વછ્તા, વગેરે બાળકો ને જાગ્રુત કરવા ના આરોગ્ય ચિત્રો નુ પ્રદર્શન યોજવામા આવ્યુ હતુ તથા હાલ મા ઓરલ રી હાઇડ્રેશન સોલ્ટ નુ જાગ્રુતતા લાવવા તે પીણુ બનાવવા ની રીત જેવા વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતા.
શાળા ના બાળકો ના આરોગ્ય તપાસ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અશોક ભાઇ પટેલ, ટ્રુસ્ટ ના પ્રવીણ ગાંધી ,શિક્ષકો મા નિતિન જરીવાલા અને ધોરણ સાત અને આઠના ૧૫૦ જેટલાં વિદ્યાર્થીઓ અને ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, રામપુરા, સુરત ના પ્રિન્સીપાલ કિરણ દોમડીયા ના માર્ગ દર્શન હેથળ નર્સિંગ કોલેજોના ફેકલ્ટીઓ ભુમિકા ચૌધરી , જાગ્રુતીપટેલ, ભુમિકાપર્માર, નીધી પટેલ અને આલીશા મોલાસહિત નર્સિંગના ચોથા વર્ષ ના વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
વિધાર્થી ઓ એ બાળકો ની આરોગ્ય તપસણી કરી, કોમ્યુનીટી નર્સીગ અભ્યાસના ભાગરૂપે વિદ્યાર્થીઓનું આરોગ્ય મૂલ્યાંકન, બાળકોની તંદુરસ્ત સ્વાસ્થ્યની આદતો અપનાવવા, પ્રોત્સાહિત કરવા, પોષણયુક્ત આહારનાં ફાયદાનો પર આરોગ્ય શિક્ષણ, રમત ગમતનાં ફાયદાઓ અને ચાર્ટ પ્રદર્શન દ્રારા શરીરની સ્વચ્છતા, ઘર ની સફાઈ,ફાયરના સાધનોની જાણકારી જેવા વિષયો પર માહિતી આપવામાં આવી હતી.