બિઝનેસસુરત

ડૉ. કુરિયનના વારસાને પ્રોત્સાહિત કરવા અમૂલની ક્લીન ફ્યુઅલ બાઇક રેલી સુરત પહોંચી

26 નવેમ્બર, ભારતના શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ વર્ગીસ કુરિયનની જન્મજયંતિ છે, જેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા પ્રેરિત ડેરી સહકારી ચળવળને કારણે 1946માં અમૂલની રચના થઇ, જે સમગ્ર દેશમાં ફેલાઇ, પરિણામે ભારત વિશ્વમાં દૂધના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું.

અમૂલ, દૂધ ક્રાંતિમાં તેની અગ્રણી ભૂમિકા સાથે, હવે ગાયના છાણમાંથી બળતણ ઉત્પન્ન કરવા માટે તેના BioCNG પ્રોજેક્ટ સાથે પરિવર્તિત અર્થતંત્ર સાથે ચેમ્પિયન બનાવા જઇ રહ્યું છે. આ પહેલ ખેડૂતોને માત્ર વધારાની આવકનો સ્ત્રોત જ નથી પૂરો પાડતો, પરંતુ સ્વચ્છ ઇંધણ અને કાર્બનિક ખાતર પણ પ્રદાન કરે છે, જેનાથી ફોઝિલ ફ્યુલ પરની નિર્ભરતા ઘટી છે, અને સ્વચ્છ વાતાવરણમાં યોગદાન વધ્યું છે. છાણની પ્રક્રિયા માટે મલ્ટિપલ BioCNG પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે, જેનો હેતુ કૃષિ અને ઉર્જા બંને ક્ષેત્રો પર હકારાત્મક અને ટીકાઉ અસર લાવવાનો છે.

સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે, અમૂલે નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાર મેગા ક્લીન ફ્યુઅલ રેલીઓની શ્રેણીનું આયોજન કર્યું છે. મારુતિ સુઝુકી અને બજાજ ઓટો દ્વારા સંચાલિત રેલીઓનો હેતુ ભારતની ડેરી સહકારી સંસ્થાઓના વારસાને સન્માનિત કરતી વખતે પરિવર્તિત અર્થતંત્ર અંગે જાગૃતિ લાવવાનો છે.

પુણેથી શરૂ થયેલ બાઇક રેલી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના રાજ્યોમાં 2000 કિલોમીટરથી વધુની મુસાફરી કરીને દિલ્હી ખાતે સમાપ્ત થશે, જ્યાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય 26મી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરશે. આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) દ્વારા વર્ષ 2025ને ‘ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ’ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવા માટે આયોજિત ઇવેન્ટ સાથે પણ સુસંગત છે. કોન્ફરન્સની થીમ, “કોઓપરેટિવ બિલ્ડ પ્રોસ્પરીટી ફોર ઓલ” છે, જેમાં વૈશ્વિક નેતાઓ, શિક્ષણવિદો અને પ્રેક્ટિશનરો હાજરી આપશે. 26મી નવેમ્બરે નવી દિલ્હીના ભારત મંડપમમાં ICA ગ્લોબલ કોન્ફરન્સમાં અમૂલની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ “મંથન”ના સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

15 નવેમ્બરે પુણેમાં બજાજના આકુર્ડી પ્લાન્ટથી રેલીનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું, અને 17મી નવેમ્બરે રેલી સુરત પહોંચી હતી, જ્યાં સુમુલ ડેરી અને વસુધરા ડેરી દ્વારા રાઇડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વસુધરા યુનિયનમાં, વસુધરા યુનિયનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેન્દ્રભાઈ વશીએ રાઇડર્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે સંબોધનમાં વસુધરા યુનિયનની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો ઈતિહાસ અને પ્રવાસ રજૂ કર્યો હતો, જેમાં ગામડાના ખેડૂતોની આજીવિકા સારી કરવા માટે યુનિયનની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. શ્રી વશીએ ગ્રામ્ય સ્તરે બાયો-ગેસ પ્લાન્ટના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, આ પહેલ દ્વારા કેવી રીતે પશુઓના છાણને બાયોગેસમાં રૂપાંતરિત કરીને ખેડૂતોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

સુમુલ યુનિયન ખાતે, સુમુલ યુનિયનના જનરલ મેનેજર શ્રી ભૂપેશ પરીખ દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમાન પરીખે ભારતના ડેરીક્ષેત્રમાં ક્રાંતિ લાવવામાં ડો. વર્ગીસ કુરિયનના યોગદાનની વાત કરી અને તેમના દૂરંદેશી નેતૃત્વની પ્રસંશા કરી હતી. તેમણે સ્થાયીતા, સ્વચ્છ ઉર્જા અને સહકારીના વારસાને પ્રોત્સાહન આપવા અમૂલની પ્રતિબદ્ધતા સાથે ડેરી ક્ષેત્રમાં ડૉ. કુરિયનના યોગદાનનો સંદેશ ફેલાવવા માટે બાઇક પર પૂણેથી દિલ્હી સુધીનું લાંબુ અંતર કાપનારા રાઇડર્સના નિર્ધાર અને ઉત્સાહની પ્રશંસા કરી.

આ રેલી દિલ્હી તરફ આગળ વધીને, રસ્તામાં સ્થાનિક સમુદાયો અને સહકારી સંસ્થાઓ સાથે જોડાઇ છે. અમૂલ નેશનલ મિલ્ક ડેની ઉજવણી સાથે પરિવર્તિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોના જીવનમાં સ્વચ્છ ઇંધણના લાભ માટે સક્રિય સહભાગી બનવા માંગે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button