અમૃતાંજન હેલ્થકેરએ સતત બીજા વર્ષે શ્રેષ્ઠ હેલ્થકેર બ્રાન્ડ તરીકેનું બિરૂદ મેળવ્યું
સુરત:ભારતની હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં 131 વર્ષના ઈતિહાસ સાથે ઈનોવેટિવ અને ઉદ્દેશ સંચાલિત ઓર્ગેનાઈઝેશન અમૃતાંજન હેલ્થકેર ને ઈટી નાઉની બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડ્સ ઈવેન્ટની સાતમી એડિશનમાં શ્રેષ્ઠ હેલ્થકેર બ્રાન્ડ એવોર્ડથી બિરદાવવામાં આવી છે. આ બિરૂદ તેણે દેશભરની 100 થી વધુ હેલ્થકેર બ્રાન્ડ્સ ને પાછળ પાડી મેળવ્યું છે. આ બિરૂદ અત્યંત પ્રતિષ્ઠિત છે, કારણ કે, તેના માપ દંડોમાં ખૂબ ઓછી મર્યાદિત સંખ્યામાં બ્રાન્ડ્સ જ ફીટ બેસી શકે છે.
અમૃતાંજન હેલ્થકેર લિમિટેડ ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ. શંભુપ્રસાદે જણાવ્યું હતું કે,“ઇટીનાઉ બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડ્સ એવોર્ડ હાંસલ કરવો એ અમારા માટે ગૌરવની વાત છે. આ બિરૂદ એ અમારા શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસ અને અમારી પ્રતિબદ્ધતા નો પુરાવો છે. અમારા ગ્રાહકોના જીવન ને વધુ સારું બનાવતાં અજોડ હેલ્થકેર સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે અમારી સમર્પિત ટીમ, વફાદાર ગ્રાહકો અને સહાયક ભાગીદારો નો આભાર માની એ છીએ, કે જેમણે અમારી સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, અમે હેલ્થકેરમાં ઉચ્ચતમ માપદંડો ને જાળવી રાખતાં દરેક ઘરમાં વિશ્વસનીય નામ જાળવી રાખવાની ખાતરી આપી એ છીએ.”
આજના યુગમાં ગ્રાહકોની બદલાતી માગ સાથે અમૃતાંજન ટેક્નોલોજી અને ડિજિટાઈઝેશન અપનાવી ઝડથી વિકસી રહી છે. અમૃતાંજન હેલ્થકેર પેઈન મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ ઉપરાંત શરદી–લોહી ગંઠાઈ જવાની સ્થિતિમાં દવાઓ (રિલિફ), બેવરેજીસ (ઈલેક્ટ્રો+ રીહાઈડ્રેટ), મહિલાઓ માટે હાઈજિન રેન્જની પ્રોડક્ટ્સ (કોમ્ફી) અને હેલ્થ અને હાઈજિન પ્રોડક્ટ્સ (સ્ટોપઈચ) જેવી અન્ય કેટેગરીમાં પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે.