અમૃતમ સંસ્થા દ્વારા 360 દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરને નાબૂદ કરવા એચ.પી.વી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
9 થી 26 વર્ષ સુધીની દીકરીઓને આ વેક્સિન લગાવવામાં આવી હતી

સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા તારીખ 24 મી ઓગસ્ટ 2025 રવિવારના રોજ સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અગ્રેશન ભવનના વૃંદાવન હોલમાં સર્વાઇકલ કેન્સર ને નાબૂદ કરવાના હેતુથી એચ.પી.વી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરની ફાઉન્ટેન હેડ શાળાના વિદ્યાર્થીઓ, શ્રી સુરતી મોઢવણિક મહિલા સંગઠન, શ્રી અખિલ હિન્દ મહિલા પરિષદ બૃહદ સુરત શાખા ના સાથ સહકાર થી સુરત ની ખાનગી અને સરકારી શાળાઓમાં ભણતી 360 જેટલી દીકરીઓને આ વેક્સિન મૂકવામાં આવી હતી. 9 થી 26 વર્ષ સુધીની દીકરીઓને આ વેક્સિન લગાવવામાં આવી હતી.
અમૃતમ સંસ્થાના પ્રમુખ કુંજ પંસારી અને નિશિત પંસારીએ જણાવ્યું હતું કે ભારતે દેશમાં સર્વાઇકલ કેન્સરને લઈને જાગૃતતા લાવવાની ખૂબ જ જરૂરત છે,તેમાં જોઈ ભવિષ્યમાં દીકરીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી આ કેન્સર થકી નહીં થાય તે હેતુથી આ એચ.પી.વી વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ વેકસીન ત્રણ ડોઝ માં આપવામાં આવતી હોય છે આ પ્રથમ ડોઝનો કેમ્પ યોજાય છે અને બીજો કેમ્પ આવનારા સમયમાં યોજાશે.