સુરત-હજીરા : આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અને શિપીંગ શાખા એએમએનએસ શિપીંગ એન્ડ લોજીસ્ટીક્સે 81,000 ડેડવેઈટ ટનેજ (DWT) ક્ષમતાનું એક એવા બે કામસારમેક્સ બલ્ક કેરિયર્સ હસ્તગત કર્યા છે.
આ બંને જહાજોના નામ એએમએનએસઆઈ મેક્સીમસ (AMNSI Maximus) અને એએમએનએસઆઈ સ્ટાલિઅન (AMNSI Stallion) રાખવામાં આવ્યા છે, જે એએમ/એનએસ ઈન્ડિયાની પ્રિમિયમ ક્વૉલિટી રોલ્ડ સ્ટીલ પ્લેટસ અને હોટ-રોલ્ડ સ્ટીલના બ્રાન્ડનેમ દર્શાવે છે.
આ બંને જહાજને તાજેતરમાં મુંબઈ ખાતેના મર્કેન્ટાઈન મરીન વિભાગમાં (એમએમડી) રજીસ્ટર્ડ કરાવવામાં આવ્યા છે. આ પ્રસંગે એમએમડી મુંબઈના પ્રિન્સીપલ ઓફિસર કેપ્ટન એસઆઈ અબ્દુલ કલામ આઝાદ અને નોટીકલ સર્વેયર કમ ડીડીજી (ટેક) કેપ્ટન અનિશ જોસેફ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત, આ પ્રસંગે એએમ/એનએસ ઈન્ડિયાના ચાર્ટરીંગ વિભાગના હેડ- આશુતોષ માથુર, એએમ/એનએસ ઈન્ડિયાના ટ્રેઝરી અને બેંકીંગ વિભાગના હેડ એમ. બાલાજી અને એન્ગલોઈસ્ટર્ન શીપ મેનેજમેન્ટના એમડી મનિષ સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા.
“અત્યાર સુધી, AM/NS ઇન્ડિયાને ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠા વચ્ચે 15 MMTPA કાચા માલની અવર-જવર માટે મોટાભાગે વિદેશી જહાજોને ભાડે રાખવા પર નિર્ભર રહેવું પડતું હતું. આ બે જહાજોનું સંપાદન એ વિદેશી જહાજો પરની નિર્ભરતા ઘટાડવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે અને તે સ્થાનિક શિપિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે,” એએમ/એનએસ ઇન્ડિયાના ચીફ પ્રોક્યોરમેન્ટ ઓફિસર શ્રી હૃષિકેશ કામતે જણાવ્યું હતું.
એએમ/એનએસ ઈન્ડિયાએ સુરત નજીક હજીરા ખાતે વાર્ષિક 9 મિલિયન મે.ટનની સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ધરાવતી મોખરાની કંપની છે. કંપની તેના કાર્ગોની બહેતર હેરફેર માટે જહાજોના કાફલાનું વિસ્તરણ કરવાના આયોજનો ધરાવે છે.
એએમએનએસ શિપીંગ એન્ડ લોજીસ્ટીક્સ એ એએમ/એનએસ ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે અને ફ્લોટીંગ એસેટસની માલિકી ધરાવે છે તથા સ્ટીલ પ્લાન્ટની સાથે સાથે માર્કેટ કાર્ગોની જરૂરિયાત પૂર્ણ કરે છે અને કંપનીને કાચામાલ અને ખાસ કરીને જ્યારે ઉંચા ભાડા પ્રવર્તે છે ત્યારે પરિવહન ખર્ચમાં સહાયક બને છે.
આ ઉપરાંત શિપીંગ એ પરિવહનની અત્યંત પર્યાવરણલક્ષી પધ્ધતિ છે. એએમએનએસ ઈન્ડિયા શિપીંગ એન્ડ લોજીસ્ટીક્સ એ તેની શિપીંગ સપ્લાય ચેઈનના ડીકાર્બોનાઈઝીંગ અને કાર્બનનું એમિશન ઘટે તેવા લેટેસ્ટ જહાજો માટે આયોજન ધરાવે છે.