એજ્યુકેશનસુરત

AMNS ઇન્ટનેશનલ સ્કૂલે રાષ્ટ્રીય કક્ષાની ‘નુક્કડ નાટક’ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું

હજીરા – સુરત, જૂન 07, 2024: સુરતના હજીરા ખાતે આવેલી AMNS ઇન્ટરનેશનલ સ્કૂલે રાષ્ટ્રીય કક્ષાની ‘નુક્કડ નાટક’ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જે એક ગર્વની બાબત છે.વિશ્વ પર્યાવરણ દિવસ 2024ના ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાની થીમ ‘જમીન પુનઃસ્થાપન, રણીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા’ વિષય હતો. AMNS ઇન્ટનેશનલ સ્કૂલની ધોરણ 11 અને 12ની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દેશભરની સંખ્યાબંધ શાળાઓ વચ્ચે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સુનિતા મટૂ, આચાર્ય – AMNS ઇન્ટનેશનલ સ્કૂલએ જણાવ્યું હતું કે, “આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશભરમાંથી સંખ્યાબંધ શાળાઓએ ભાગ લીધો હતો, અને ગર્વની વાત એ છે કે અમારી શાળાની વિદ્યાર્થીનીઓ તેમાં શ્રેષ્ઠ રહ્યી છે. હું રાષ્ટ્રીય મંચ પર આ શાનદાન જીત બદલ તેમને અભિનંદન પાઠવું છું અને તેમના પ્રદર્શન અને સમર્પણની પ્રસંશા કરૂ છું.”

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની નુક્કડ નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાનો અને સમસ્યાઓનો ઉકેલ શોધવાનો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button