બિઝનેસસુરત

ઓટો એક્ષ્પોમાં વિવિધ બાઇક રાઇડર્સ દ્વારા અદ્‌ભૂત સ્ટંટ, સોમવારે પ્રદર્શનનો છેલ્લો દિવસ

ઓટો એક્ષ્પોમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, સ્કીમ અને ઓફરને કારણે કાર–બાઇક ખરીદવા લોકોનો અદ્‌ભૂત ધસારો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

ઓટો એક્ષ્પોમાં વિવિધ બ્રાન્ડની કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સનું પ્રદર્શન કરનારા બધા જ એકઝીબીટર્સ દ્વારા સ્પેશિયલ માર્કેટીંગ ઓફર આપવાની શરૂઆત કરવામાં આવી છે. દરેક એકઝીબીટર્સે તેમની પ્રોડકટ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, સ્કીમ અને ઓફર આપતા વાહન ખરીદવા માટે લોકોનો અદ્‌ભૂત ધસારો જોવા મળી રહયો છે. એકઝીબીશનમાં લોકો ગાડીનું બુકીંગ કરી રહયા છે અને ત્યાંથી ડિલીવરી પણ થઇ રહી છે. રવિવારે લોકો એટલી મોટી સંખ્યામાં પ્રદર્શન જોવા માટે આવ્યા હતા કે આખું પાર્કીંગ ફૂલ થઇ ગયું હતું.

દરમ્યાન રવિવારે સાંજે ૪:૩૦થી ૬:૦૦ કલાક દરમ્યાન સ્ટંટ શો પણ યોજાયો હતો, જેમાં વિવિધ બાઇક રાઇડર્સ દ્વારા અદ્‌ભૂત સ્ટંટ કરવામાં આવ્યા હતા, જે જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ૭૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને વીન્ટેજ કારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button