બિઝનેસ

AM/NS India દ્વારા હજીરામાં મહિલા સ્પોર્ટ્સ ડેની ઉજવણી

હજીરા – સુરત : વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) દ્વારા મંગળવારે માર્ચ 12, 2024ના રોજ હજીરામાં મહિલા રમત-ગમત દિવસની ઉજવણી કરવામાં હતી.

સુંવાલી બીચ પર યોજાયેલા આ કાર્યક્રમમાં હજીરાના ગ્રામીણ વિસ્તારના સરપંચો, પંચાયત સભ્યો, સ્થાનિક રહેવાસીઓ, શાળાના કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ સહિત સમાજના વિવિધ વર્ગોની 600 થી વધુ મહિલાઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરવામાં આવ્યું હતું.

તમામ વયજૂથની મહિલાઓએ 100 મીટરની દોડ અને વોકથોન સહિતની અનેક પ્રવૃત્તિઓ દ્વારા રમતની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. લીંબુ અને ચમચી દોડ, સંગીત ખુરશી અને બલૂન ઉડાડવાની સ્પર્ધા જેવી ઘણી મનોરંજક રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દરેક રમત માટે ત્રણ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી અને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. દરેક સહભાગીને રમતમાં ભાગ લેવા બદલ પણ સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે તૃપ્તિબેન પટેલ, પ્રમુખ, તાલુકા પંચાયત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ચેતન પટેલ, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ ઓફિસર, તાપી જિલ્લા, નિકિતાબેન પટેલ, તલાટી કમ મંત્રી, સુવાલી ગ્રામ પંચાયત, રેવાબેન પટેલ, સરપંચ, દામકા ગામ, નર્મદાબેન પટેલ, ઉપસરપંચ, ભટલાઈ ગામ, રીનાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ રાજગરી ગામ અને દક્ષાબેન પટેલ, નવચેતના ઈન્ટરનેશનલ સ્કૂલ, જૂનાગામ સહિતના આગેવાનોએ પણ હાજરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button