સુરત

AM/NS Indiaના સહયોગીને રાજ્ય શ્રમ પુરસ્કારથી સન્માનિત

આ એવોર્ડ ઉત્પાદકતા/ઉત્પાદનમાં અસાધારણ યોગદાન અને શ્રેષ્ઠતમ નવીન ક્ષમતાઓ દર્શાવવા બદલ શ્રમિકોને એનાયત કરવામાં આવે છે

હજીરા – સુરત :  આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) – આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસના સહયોગીને રાજ્ય સરકાર દ્વારા પ્રતિષ્ઠિત રાજ્ય શ્રમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સોમવારે રાજ્ય શ્રમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

AM/NS Indiaના સહયોગી તથા મિકેનિકલ ડિપાર્ટમેન્ટના કન્ટ્રોલમાં ફરજ બજાવતા સોનાલાલ રેને રાજ્ય શ્રમ ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ઉત્પાદકતા/ઉત્પાદનમાં અસાધારણ યોગદાન અને શ્રેષ્ઠતમ નવીન ક્ષમતાઓ દર્શાવવા બદલ શ્રમિકોને એનાયત કરવામાં આવે છે.

રેને ઇલેક્ટ્રિક આર્ક ભઠ્ઠી 3 ના સૌથી ઝડપી પુનરુત્થાન માટેના તેમના આઈડીયા અને સ્વદેશી અભિગમ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, જે બેરિંગ ફેલ્યોરને કારણે બ્રેકડાઉન હેઠળ હતું. તેમના આઈડીયાના પરિણામે, અંદાજિત 11 દિવસના બદલે 8 દિવસમાં ભઠ્ઠીની કામગીરી ફરીથી શરૂ કરી શકાઈ હતી.

રાજ્ય સરકાર દ્વારા ઉત્પાદન, ઉત્પાદકતા, ઔદ્યોગિક શાંતિ, સતર્કતા તથા આરોગ્ય, સલામતી અને પર્યાવરણના ક્ષેત્રમાં ઔદ્યોગિક કામદારો દ્વારા કરવામાં આવેલા નવીન કાર્યોને પ્રોત્સાહિત કરવા અને માન્યતા આપવા માટે રાજ્ય શ્રમ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારોની 4 શ્રેણીઓ છે, જેમાં રાજ્ય શ્રમરત્ન, રાજ્ય શ્રમ ભૂષણ, રાજ્ય શ્રમ વીર અને રાજ્ય શ્રમ શ્રી/શ્રમ દેવીનો સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button