બિઝનેસ

AM/NS India દ્વારા પુનરાવૃત્તિશીલતા અને ઓછા કાર્બન ઉત્સર્જનવાળા સ્ટીલ ઉત્પાદનને પ્રોત્સાહન

વર્ષ 2024-25 માટેની સસ્ટેનેબિલિટી રિપોર્ટમાં સંચાલન, મૂલ્ય શૃંખલા અને સમુદાયોમાં થયેલી માપનીય પ્રગતિ દર્શાવવામાં આવી છે.

મુંબઈ/દિલ્હી, નવેમ્બર 10, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ વર્ષ 2024-25 માટેનો ટકાઉ વિકાસ અહેવાલ (Sustainability Report for FY2024-2025) પ્રકાશિત કર્યો છે. આ અહેવાલમાં કંપનીએ ડીકાર્બનાઇઝેશન (કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો), સર્ક્યુલરિટી (પુનઃપ્રવર્તન) અને સમુદાય સશક્તિકરણ માટે કરેલી પ્રતિબદ્ધતાઓને હાંસલ કરવા માટે થયેલી અને તેને માપી શકાય તેવી પ્રગતિનું વર્ણન કર્યું છે. અહેવાલમાં એ પણ દર્શાવાયું છે કે AM/NS Indiaના CO₂ ઉત્સર્જનમાં ઘટાડા અને સર્ક્યુલર અર્થતંત્ર અપનાવવાના પ્રયાસો વૈશ્વિક ધોરણો જેમ કે Global Reporting Initiative (GRI) 2021, European Sustainability Reporting Standards (ESRS), Integrated Reporting (IR) અને Business Responsibility and Sustainability Reporting (BRSR) સાથે સુસંગત છે.

દિલીપ ઊમ્મેન, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, “સસ્ટેનેબિલિટીએ અમારી વ્યવસાયિક રણનીતિનું અગત્યનું અંગ છે, જે નવીનતાને પ્રોત્સાહિત કરે છે, રાષ્ટ્રીય હવામાન પરિવર્તન લક્ષ્યો (National Climate Action Goals)ને સમર્થન આપે છે અને અમારા કર્મચારીઓ તથા અન્ય તમામ હિતધારકોના આરોગ્ય, સુરક્ષા અને કલ્યાણને સુનિશ્ચિત કરે છે. ગત નાણાકીય વર્ષ અમારી સસ્ટેનેબિલિટી યાત્રામાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયું છે. અમે વધુ જવાબદારીપૂર્વક ઉચ્ચ ગુણવત્તાવાળું અને ઓછી કાર્બન ઉત્સર્જનવાળું સ્ટીલ ઉત્પન્ન કરવાની દિશામાં સ્થિર પ્રગતિ કરી છે. ‘ગ્રીન વચનથી ગ્રીન કાર્ય તરફ’ (From Green Promise to Green Action) થીમ હેઠળ અહેવાલમાં કામગીરી, મૂલ્ય શૃંખલા અને સમુદાય ક્ષેત્રોમાં થયેલી તેમજ માપી શકાય તેવી પ્રગતિનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે.”

પરિચાલન સિદ્ધિઓ:

ઓછા કાર્બન ઉત્સર્જનવાળા સ્ટીલ ઉત્પાદનમાં પ્રગતિ: વર્ષ 2021થી CO₂ ઉત્સર્જન તીવ્રતામાં 2.2%નો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2015 પછીથી, AM/NS Indiaએ કુલ CO₂ ઉત્સર્જન તીવ્રતામાં એક તૃતિયાંશથી વધુનો ઘટાડો કર્યો છે. હાલમાં કંપનીને ભારતના સૌથી ઓછા કાર્બન ઉત્સર્જન ધરાવતા ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદકોમાં ગણવામાં આવે છે (રાષ્ટ્રીય સરેરાશ કરતાં 14% ઓછું).
નવીનીકરણીય ઊર્જાનું સંકલન: કંપનીની કુલ વીજળી વપરાશના 26% વીજળી નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોથી પ્રાપ્ત થાય છે.

નવીનીકરણીય ઊર્જામાં આ નોંધપાત્ર વધારો ત્યારે થયો, જ્યારે કંપનીના ગુજરાતના હજીરા સ્થિત મુખ્ય પ્લાન્ટને આંધ્રપ્રદેશમાં 1 ગીગાવોટના હાઈબ્રિડ નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટમાંથી શુદ્ધ ઊર્જા મળવાની શરૂઆત થઈ, આ 0.7 અબજ ડોલરનો પ્રોજેક્ટ AM ગ્રીન એનર્જી (આરસેલરમિત્તલનો એક ભાગ) દ્વારા વિકસાવવામાં આવ્યો છે, જે કંપનીની ડીકાર્બનાઇઝેશન પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

જળ સંસાધન વ્યવસ્થાપન: કંપનીના ભારતભરના તમામ ઓપરેશન્સમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (Zero Liquid Discharge) હાંસલ કરવામાં આવ્યું છે. ઉપરાંત, 350 મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

સર્ક્યુલરિટી: આ નાણાકીય વર્ષ દરમિયાન લગભગ 4.1 લાખ ટન સ્ટીલ સ્ક્રેપનો ઉપયોગ કરવામાં આવ્યો, જે કુલ સ્ટીલ ઉત્પાદનના 5.7% સ્ક્રેપ મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે. મહારાષ્ટ્રના ખોપોલી સ્થિત સ્ક્રેપ પ્રોસેસિંગ પ્લાન્ટે સપ્લાય ચેઇનમાં આ સર્ક્યુલરિટીને વધુ ગતિ આપી છે, જે કંપનીને વર્ષ 2030 સુધી 10% સ્ક્રેપ મિશ્રણ હાંસલ કરવાના લક્ષ્ય તરફ નજીક લાવી રહી છે.

અહેવાલમાં એ પણ દર્શાવાયું છે કે, કંપની ગ્રીન હાઈડ્રોજન અને કાર્બન કૅપ્ચર જેવી આગામી પેઢીની સ્ટીલ મેકિંગ તકનીકોના ઉપયોગની દિશામાં આગળ વધી રહી છે. AM/NS Indiaએ ArcelorMittalના XCarb™ India એક્સેલરેટર પ્રોગ્રામ (જેમાં IIT મદ્રાસ પણ જોડાયેલ હતું) સાથે પણ સંકળાયેલું છે. આ કાર્યક્રમ હેઠળ ડિકાર્બનાઇઝેશન ટેક્નોલોજી પર કામ કરતાં 50 સ્ટાર્ટઅપ્સ સાથે પરસ્પર સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાંથી 3 કંપનીઓને ArcelorMittal દ્વારા ફંડિંગ (Seed Funding) આપવામાં આવ્યું હતું જે થકી પણ નવીનતાને વેગ મળી રહ્યો છે.

સામાજિક જવાબદારીઓ (CSR) માટેની પહેલો:

કંપનીએ અત્યાર સુધીમાં દેશભરના આશરે 210 ગામોમાં 25 લાખથી વધુ લોકોના જીવનને સ્પર્શ કર્યા છે. વર્ષ 2024-25 દરમિયાન અમલમાં મુકાયેલી કેટલીક મહત્વપૂર્ણ પહેલ આ પ્રમાણે છે:

કૌશલ્ય વિકાસ (Daksh): 1,578 યુવાનોને તાલીમ આપવામાં આવી અને તેમામાંથી 911એ સફળતાપૂર્વક રોજગારી મેળવી છે.
આરોગ્ય (Aarogya): 6.6 લાખથી વધુ લાભાર્થીઓને આરોગ્યને લગતી સેવાઓ ઝડપી અને સરળતાંથી મેળવી શક્યા

આજીવિકા (SAFAL): સસ્ટેઇનેબલ એગ્રીકલ્ચર ફોર ઑલ્ટરનેટિવ લાઇવલિહુડ (SAFAL) કાર્યક્રમ હેઠળ ખેડૂતોની આવકમાં 20% નો વધારો નોંધાયો.

પર્યાવરણ અને ઊર્જા (Green & Ujjwala): વનારોપણ અને સૌર ઊર્જા માળખાકીય પ્રોજેક્ટ્સ મારફતે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button