અક્ઝોનોબેલ ઇન્ડિયાએ ‘ડ્યુલક્સ મેસ્ટ્રો’ પ્રોગ્રામ લોંચ કર્યો

સુરત: વૈશ્વિક સ્તરે અગ્રણી પેઇન્ટ્સ અને કોટિંગ્સ કંપની તથા ડ્યુલક્સ પેઇન્ટ્સના ઉત્પાદક અક્ઝોનોબેલે ‘ડ્યુલક્સ મેસ્ટ્રો’ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ અક્ઝોનોબેલની પ્રથમ સમર્પિત ઇકોસિસ્ટમ છે, ભારતીય આર્કિટેક્ટ અને ડિઝાઇનર કમ્યુનિટીને સશક્ત કરે છે કારણકે તેઓ આજના નવા ભારત માટે આધુનિક રહેવાની જગ્યાઓને આકાર આપે છે. ડ્યુલક્સ મેસ્ટ્રો પ્રોગ્રામ પ્રથમ તબક્કામાં પાંચ રાજ્યોના 16 પ્રમુખ શહેરો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કાર્યરત છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર.
ડ્યુલક્સ મેસ્ટ્રોના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં અક્ઝોનોબેલ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રોહિત ટોટલાએ કહ્યું હતું કે,ગુણવત્તા અને ઇનોવેશન માટે અક્ઝોનોબેલના 70 વર્ષના વારસાને આધારિત ડ્યુલક્સ મેસ્ટ્રો પ્રોડક્ટ ઓફરિંગથી વિશેષ છે. તે ડિઝાઇન પ્રોફેશનલ્સને સશક્ત કરવાની અમારી કટીબદ્ધતા છે, જેથી મેટ્રો શહેરો અને તેની બહાર વિકસતા નવા ભારતમાં ડિઝાઇન પ્રત્યે જાગૃત લોકો માટે રહેવાની જગ્યાની પુનઃકલ્પના કરી શકાય.”
આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સની આવશ્યકતાઓને લક્ષ્યમાં રાખીને કાળજીપૂર્વક વિકસિત કરાયેલો ડ્યુલક્સ મેસ્ટ્રો પ્રોગ્રામ કલર, વિઝ્યુલાઇઝેશન અને પર્સનલાઇઝેશન અંગે ડ્યુલક્સની વૈશ્વિક સમજણ મૂજબ એન્ડ-ટુ-એન્ડ બિઝનેસ સપોર્ટ એકીકૃત કરે છે. સાઇટ મુલાકાત, ઓન-સાઇટ સેમ્પલિંગ, એક્સપર્ટ કલર કન્સલ્ટન્સીથી લઇને અદ્યતન ડિજિટલ વિઝ્યુલાઇઝેશન સાથે ડ્યુલક્સ કલર 2,000થી વધુ શેડને પ્લગ-ઇન કરે છે, જેમાં ટેકનિકલ ટ્રેનિંગ અને ઓન-ડિમાન્ડ પ્રિવ્યૂ સામેલ છે, જેથી ડ્યુલક્સ માન્ય પ્રમુખ કોન્ટ્રાક્ટર્સ અને ક્વોટેશન ટુલની એક્સેસ મળી રહે.



