એજ્યુકેશનસુરત

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ  એન્થે 2024ની શરૂઆત સાથે એન્થેના 15 ગૌરવશાળી વર્ષનું સેલિબ્રેશન કર્યું

ધોરણ VII-XII ના વિદ્યાર્થીઓ માટે 100% સુધીની શિષ્યવૃત્તિ અને રોકડ પુરસ્કારોની ઓફર

સુરત, 26 જુલાઈ, 2024: પોતાની ફ્લેગશિપ સ્કોલરશિપ એક્ઝામિનેશન એન્થેના શાનદાર 15 ગૌરવપૂર્ણ વર્ષોની સિદ્ધિને ચિહ્નિત કરતા તેમજ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લિડર આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) દ્વારા ‘’આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ (એન્થે) – 2024’’ અંતર્ગત નવી એડિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. લોકપ્રિય અને સૌથી વધુ ઇચ્છિત એક્ઝામ ધોરણ VII-XIIના વિદ્યાર્થીઓને 100% સુધીની શિષ્યવૃત્તિ કમાવવાની તક આપે છે અને તેમને મેડિસિન અથવા એન્જિનિયરિંગમાં સફળ કારકિર્દીના પોતાના સપનાને સાકાર કરવામાં મદદરૂપ રોકડ પુરસ્કારો પણ મળશે.

આ વર્ષે એક રોમાચંક કાર્યક્રમમાં પાંચ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ માટે ફ્લોરિડા, યુએસએમાં કેનેડી સ્પેસ સેન્ટરની 5 દિવસની જર્નીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તમામ ખર્ચનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ફ્લોરિડામાં સ્થિત જ્હોન એફ. કેનેડી સ્પેસ સેન્ટર એ યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના ૧૦ ફિલ્ડ સેન્ટરમાંનું એક છે.

એન્થે સ્કોલરશિપ મેળવનારા વિદ્યાર્થીઓને આકાશના વ્યાપક કોચિંગ પ્રોગ્રામ્સનો લાભ મળશે, જે વિદ્યાર્થીઓને NEET, JEE, રાજ્ય CET અને NTSE અને ઓલિમ્પિયાડ્સ જેવી સ્કોલરશિપ પરીક્ષાઓ માટે તૈયાર કરે છે
આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ના સીઇઓ અને એમડી શ્રી દીપક મેહરોત્રાએ કહ્યું કે, “ એન્થે એ અસંખ્ય વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ અને ક્ષમતાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. એન્થેના આ 15 વર્ષનું સેલિબ્રેશન કરીને અમે પોતાના અભ્યાસક્રમો દેશભરના યોગ્ય વિદ્યાર્થીઓ માટે સુલભ બનાવવા માટે કામ કર્યું છે. એન્થે વિદ્યાર્થીઓને NEET અને IIT-JEE પરીક્ષાઓની તૈયારી પોતાની ગતિથી કરવામાં સક્ષમ બનાવે છે. અમે એન્થે 2024માં મજબૂત ભાગીદારીની અપેક્ષા રાખીએ છીએ અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છીએ.”

પોતાના 15માં સફળ વર્ષનું સેલિબ્રેશન કરતા એન્થે પાસે ટોચની ઉપલબ્ધિઓને હાસિલ કરનારને તૈયાર કરવાનો પણ એક વિશિષ્ટ રેકોર્ડ છે. વર્ષોથી પોતાના ઘણા વિદ્યાર્થીઓએ NEET UG અને JEE એડવાન્સ્ડમાં ટોચના રેન્ક સહિત પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ કે જેમણે એન્થે દ્વારા આકાશમાં પ્રવેશ મેળવ્યો અને ટોચના રેન્ક મેળવ્યા છે. જેમાં ઋષિ શેખર શુક્લા (JEE Advanced 2024 AIR 25); ક્રિષ્ના સાંઈ શિશિર (JEE એડવાન્સ્ડ 2024 AIR 67); અભિષેક જૈન (JEE એડવાન્સ્ડ 2024 AIR 78)નો સમાવેશ થાય છે. જ્યારે NEET 2023 માં અમારા ટોપ સ્કોરરમાં કૌસ્તવ બૌરી (AIR 03) ; ધ્રુવ અડવાણી (AIR 05); સૂર્ય સિદ્ધાર્થ એન (AIR 06); આદિત્ય નીરાજે (AIR 27) અને આકાશ ગુપ્તા (AIR 28)નો સમાવેશ થાય છે.

એન્થે 2024નું આયોજન 19-27 ઓક્ટોબર, 2024 દરમિયાન ભારતના 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં કરવામાં આવશે. 100% સુધીની સ્કોલરશિપ ઉપરાંત ટોચના સ્કોર કરનારાઓને રોકડ પુરસ્કારો પણ પ્રાપ્ત થશે.

એન્થે ઑફલાઇન પરીક્ષાઓ 20 અને 27 ઑક્ટોબર, 2024 ના રોજ સવારે 10:30 થી 11:30 સુધી દેશભરમાં આકાશ ઇન્ટિસ્ટ્યુટના તમામ 315થી વધુ કેન્દ્રો પર આયોજીત કરવામાં આવશે, જ્યારે ઑનલાઈન પરીક્ષાઓ ઑક્ટોબર 19 થી 27, 2024 દરમિયાન કોઈપણ સમયે લઈ શકાય છે. વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ એક કલાકનો સ્લોટ પસંદ કરી શકે છે.

એન્થે એ એક કલાકની કસોટી હશે, જેમાં કુલ 90 ગુણ હશે અને તેમાં વિદ્યાર્થીઓની ગ્રેડ અને સ્ટ્રીમ આકાંક્ષાઓના આધારે 40 મલ્ટિપલ પસંદગીના પ્રશ્નો હશે. ધોરણ VII-IX વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ, કેમેસ્ટ્રી બાયોલોજી, મેથેમેટિક્સ એન્ડ મેટલ એબિલિટી જેવા વિષયોને આવરી લેશે. મેડિકલ એજ્યુકેશન માટે મહત્વાકાંક્ષી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ ,કેમેસ્ટ્રી બાયોલોજી અને મેટલ એબિલિટીને આવરી લેશે જ્યારે આ જ વર્ગના એન્જિનિયરિંગના ઉમેદવારો માટે પ્રશ્નો ફિઝિક્સ, કેમેસ્ટ્રી બાયોલોજી, મેથેમેટિક્સ એન્ડ મેટલ એબિલિટીને આવરી લેશે. એવી જ રીતે ધોરણ XI-XII ના વિદ્યાર્થીઓ માટે કે જેઓ NEET પ્રશ્નો માટે લક્ષ્ય રાખે છે તેઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની અને ઝૂલોજી ને આવરી લેશે જ્યારે એન્જિનિયરિંગના ઉમેદવારો માટે તેઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સને આવરી લેશે.

એન્થે 2024 માટે રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ ઑનલાઇન પરીક્ષા શરૂ થવાના ત્રણ દિવસ પહેલા અને ઑફલાઇન પરીક્ષાના સાત દિવસ પહેલા છે. ઑફલાઇન અને ઑનલાઇન મોડ માટે પરીક્ષા ફી રૂ. 200 છે. જો વિદ્યાર્થીઓ 15મી ઓગસ્ટ 2024 પહેલાં નોંધણી કરાવે તો તેઓ રજિસ્ટ્રેશન ફી પર ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

એન્થે 2024નું રિઝલ્ટની વાત કરીએ તો, ધોરણ X ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 08 નવેમ્બર, 2024, ધોરણ VII થી IX માટે 13 નવેમ્બર, 2024 અને ધોરણ XI અને XII ના વિદ્યાર્થીઓ માટે 16 નવેમ્બર, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. આ રિઝલ્ટ અમારી એન્થેની વેબસાઇટ anthe.aakash.ac.in. પર ઉપલબ્ધ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button