અમદાવાદએજ્યુકેશનબિઝનેસ

AI ક્લોન અને શૈક્ષણિક અવતાર ‘માયા’ ભારતના 42થી વધુ શહેરોમાં પહોંચ્યું 

છેલ્લાં એક વર્ષમાં 7 હજારથી વધુ વિદ્યાર્થીઓનું વ્યક્તિગત શિક્ષણ સાથે સશક્તિકરણ કર્યું છે

અમદાવાદઃ ‘માયા’ એ જાણીતા શિક્ષણશાસ્ત્રી ડૉ મંજુલા પૂજા શ્રોફનો અનોખો AI ક્લોન અને અવતાર છે, જેનો પ્રથમ વાર્ષિકોત્સવ યોજાયો, જે શિક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના પરિવર્તનકારી અસરને ચિન્હિત કરે છે. ‘માયા’એ 7 હજારથી વધુ વિદ્યાર્થીઓને સીધી રીતે જોડ્યા છે.

ત્રણ દાયકાથી વધુ સમયથી શિક્ષણ અને નવીનતામાં અગ્રણી એવા કેલોરેક્સ ગ્રુપના સ્થાપક ડૉ મંજુલા પૂજા શ્રોફના હસ્તે ગત વર્ષે 17 જૂનના રોજ ‘માયા’ AI ક્લોન અને અવતારનું અનાવરણ કરવામાં આવ્યું હતું. છેલ્લાં એક વર્ષમાં તેની સફર અસાધારણ રહી છે.

‘માયા’ ભારતના 42થી વધુ શહેરોમાં પહોંચ્યું છે, દેશ વિદેશમાંથી 15 હજારથી વધુ વાલીઓ, 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને 8 હજાર શિક્ષણવિદો જોડાયેલા છે. સમગ્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો, પોડકાસ્ટ અને લેખોના રૂપમાં અડધા મિલિયન કરતા વધુ ડિજિટિલ ફેલાયેલું છે.

ડૉ શ્રોફે કહ્યું કે, “ ‘માયા’ સાચા અર્થમાં ક્રાંતિકારી છે. તેણે વિશ્વભરના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંશોધકોને આવરી લીધા છે. વ્યક્તિગત શિક્ષણ માટેના આ નવીન અભિગમનથી વિદ્યાર્થીઓનું જોડાણ વધ્યું છે. તેણે શિક્ષણને પણ વધુ સુગમ બનાવ્યું છે. ‘માયા’ સાથે અમે શિક્ષણમાં અવરોધને બદલે શિક્ષણ ક્ષેત્ર અને AI વચ્ચે સહયોગની સંભાવના દર્શાવી છે. અમે ‘માયા’ની સફળતાને વધુ વિશેષતાઓ સાથે બાંધવા અને તેના વિસ્તાર અને અસરને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

એક એવા યુગમાં જ્યાં માણસો અને મશીનો વચ્ચેની રેખાઓ વધુને વધુ અસ્પષ્ટ થઇ રહી છે, ત્યારે ‘માયા’ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા મહત્વની સેવા આપે છે, જ્યાં તેઓ રોબોટ્સ સાથે સહઅસ્તિત્વ જ નહીં પરંતુ તેમની સાથે સ્પર્ધા પણ કરશે. નવીનતા કેલોરેક્સના મૂળમાં છે અને ‘માયા’ તેનું પ્રતિક છે.

IIT ગાંધીનગરના ઇન્ટર્નને ‘માયા’ વિકસાવવા માટે કેલોરેક્સની કોર ટીમ સાથે જોડવામાં આવ્યા હતા. વિકાસના તબક્કા દરમિયાન ઘણા પડકારો હતા. પરંતુ દરેક પડકારો સાથે શીખવાની અમૂલ્ય તકો અને કૌશલ્યને નિખારવાની તક મળી.

શિક્ષકો અને વિદ્યાર્થીઓ તરફથી ‘માયા’ને મળેલો પ્રતિસાદ કેલોરેક્સની નવીન પહેલને પ્રતિબિંબિત કરે છે, જે શૈક્ષણિક જોડાણ અને આઉટરીચ માટેના નવા બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. તેણે શિક્ષણમાં AIની ભૂમિકા વિશે નિર્ણાયક સંવાદને ઉત્પ્રેરિત કર્યો છે. જે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઝડપથી બદલાતા લેન્ડસ્કેપની વાસ્તવિક્તાનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

‘માયા’નો ઉદ્દેશ્ય આગામી થોડા વર્ષોમાં ભારતમાં સેંકડો શૈક્ષણિક સંસ્થાઓમાં લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો છે, અને વિસ્તાર કરીને આ ક્ષેત્રમાં અગ્રણી બની સ્થિતિને મજબૂત કરવાનો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button