AHPના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા સુરતના પ્રવાસે : તીર્થરાજ પ્રયાગરાજમાં સેવાયજ્ઞ અંગે માહિતી આપી
ડાકોરના પદયાત્રીઓને તમામ સુવિધા આપવાની જાહેરાત

સુરત : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ અને ફાયર બ્રાન્ડ હિન્દુ નેતાની ઓળખ ધરાવનાર ડો. પ્રવિણભાઈ તોગડીયા (કેન્સર સર્જન) હાલમાં સુરતના ત્રીદિવસીય પ્રવાસે છે. વિશેષ ચિંતનના ભાગરૂપ રવિવારે તેઓ ડુમ્મસ (સુરત) ખાતે રોકાણ કર્યો હતો. તાજેતરમાં જ પ્રયાગરાજ ખાતે સંપન્ન થયેલ મહાકુંભના મેળાના આયોજન અને અમલીકરણમાં તેઓએ ખુબ મોટી જવાબદારી સુપેરે નિભાવી છે.
તેઓના પ્રયાગરાજ ખાતેના અવર્ણર્ણીનય અનુભવોને પત્રકારો સાથે શેર કરવા માટે એક પત્રકાર ગોષ્ઠીનું આયોજન હતું. પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રવિણભાઈ તોગડીયા કહ્યું હતું કે આ વખત મહાકુંભ અદભુત હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દલ દ્વારા તીર્થરાજ પ્રયાગરાજમાં ડેઢ મહિનો 14 જગ્યાએ ભંડારા ચલાવીને સવા કરોડ લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરરોજ 8000 લોકોની રહેવાની વ્યવસ્થા, ટોટલ પાંચ લાખ લોકોની રહેવાની વ્યવસ્થા કરી હતી. પાંચ લાખ લોકોને મેડિકલ ઇલાજ આપવામાં આવી હતી.
ડાકોર પદયાત્રા શરૂ થઈ છે. પદયાત્રા સુરુ થઈ છે એમાં પણ લોકોને વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા પર્યાસ દર શનિવારે હનુમાન ચાલીસા કરવાનું છે. ગઈકાલે ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી હતી જેમાં 250 કન્સલન્ટ ડોક્ટર દરરોજ એક હિન્દુ નું પ્રાઇવેટમાં સારવાર કરવાનું વચન આપ્યું છે. ડુમ્મસના અગ્રણી રીયલ એસ્ટેટ ડેવલપર દીપકભાઈ ધીરૂભાઈ ઈજારદારએ કહ્યું હતું કે પ્રવિણભાઈ તોગડીયાજી ના નેતૃત્વમાં પર્યાગરાજ મહાકુંભમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ પણ ભાવિક ભક્તને સુવિધા ના થાય એનું ધ્યાન આપવામાં આવ્યું હતું. લોકોની જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. હિન્દુઓને સંગઠિત કરવાનો કામ એમના દ્વારા કરવામાં આવી રહ્યું છે.