ગુજરાતસુરત

આહીર સમાજ સેવા સમિતિ આયોજીત સમૂહલગ્નમાં ૨૫૫ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે

સુરતઃ આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા ૩૦માં સમૂહલગ્ન સમારોહ નું પર્વત પાટીયા સુરત ખાતે ભવ્ય અને દિવ્ય આયોજન તા. ૧૫/૧૨/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ થવા જઈ રહ્યુ છે, જેમા ૨૫૫ નવયુગલો પ્રભુતા માં પગલા માંડશે.

આ સમરોહમાં નવયુગલોને આશિર્વાદ આપવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ , પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા,સાંસદશ્રી પુનમબેન માડમ, ગ્રુહમંત્રી હષૅભાઈ સંઘવી, તેમજ આહીર સમાજ ના ભામાશા નટુભાઈ ભાટુ, હરિભાઈ નકુમ, વરજાંગભાઈ જીલરીયા તેમજ ભીમશીભાઈ ભાટુ,ભીમજીભાઈ કવાડ, વેજાભાઈ રાવલીયા, તેમજ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, ધારાસભ્યશ્રી હેમંતભાઈ ખવા, ધારાસભ્ય ત્રીકમભાઈ આહીર, ચેરમેન મનિષાબેન આહીર તેમજ ગુજરાત ભરમાંથી ૩૦૦ કરતાં વધારે આગેવાનો આ સમારોહમાં ઉપસ્થીત રહેશે.

આ સમારોહ નાં સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ મથુરભાઈ જીંજાળા ભવ્ય ડેવલોપર્સ જેમનું વિશેષ સન્માન કરવમાં આવશે તેમજ આહીર સમાજ નાં ૧,૦૦,૦૦૦(એક લાખ) કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થીત રહેશે અને સામાજીક જાગ્રુતીનો શંખનાદ કરવામાં આવશે, સમૂહલગ્ન સમારોહમાં રક્તદાન કેમ્પ, દેહ્દાન અને ઓર્ગન ડોનેશન જેવા કાર્યક્રમો સ્થળ પર રાખી સામાજીક જાગ્રુતી માટે પણ આહવાન કરવામાં આવશે.

આ સમૂહલગ્ન માં જોડાયેલ નવયુગલોના પરીવાર કે જે આર્થીક રીતે નબળા છે તેવા પરીવારની આર્થીક કરોડરજ્જુ ને મજબૂત કરવાનો આ ભાગીરથ પ્રયાસ છે, સમૂહલગ્નમાં જે પરીવારો જોડાઈ રહ્યા છે તેઓ બેન્ડવાજા, બ્યુટી પાર્લર, વરઘોડા કાઢવા જેવા અનેક ખોટા ખર્ચા બંધ કરી બચત થયેલા રુપિયા પોતાના પરીવારના સંતાનો ના શિક્ષણ પાછળ ખર્ચ કરી સમાજની નવી પેઢીને શિક્ષિત દિક્ષિત થાય તે માટેનો ઉમદા હેતુ રહ્યો છે.

સમગ્ર દેશ્માં સ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ હોય ત્યારે આ સંસ્થા દ્વારા રાષ્ટ્રહિત માટે નવયુગલો અને ૧૦,૦૦૦ કરતાં વધારે લોકો સ્વચ્છતા ના શપથ લઈ સમાજ જાગ્રુતીનો સંદેશો આપી સમાજ ને જાગ્રુત કરવાનો ભગીરથ પ્રયાશ કરવામાં આવશે.

આહીર સમાજ નાં આ મંચ પર આહીર સમાજ સાથે સુરત ના વસતાં અન્ય સમાજનાં આગેવાનો ને સ્ટેજ પર સ્થાન આપવામાં આવશે તમાંમ સમાજ વચ્ચે સમરસતા અને સદભાવના નો સંદેશો આપવામાં આવશે.

આ સમારોહ ને સફ્ળ બનાવવાં આહીર સમાજ સેવા સમિતિ ના પ્રમુખ જીતુભાઈ કાછડ, ઉપપ્રમુખ ભુપતભાઈ કનાળા, મંત્રી રમેશભાઈ કવાડ, કો.ઓર્ડીનેટર બાલુભાઈ જીંજાળા તેમજ ટ્રસ્ટી મંડ્ળ તેમજ ૪૦૦૦ કરતાં વધારે નવયુવાનો સ્વયંસેવક તરીકે ફરજ બજાવી કાર્યક્રમ ને સફળ બનાવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button