તિરુવનન્તપુરમ: અદાણી વિઝિંજમ પોર્ટ પ્રા. લિ. (AVPPL) એ કામદારો અને કાર્યસ્થળોને સ્વસ્થ અને સલામત રાખવાની તેની પ્રતિબદ્ધતાને માન્યતા ઠેરવતો બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલનો કૅલેન્ડર વર્ષ 2023 માટેનો આંતરરાષ્ટ્રીય સુરક્ષા પુરસ્કાર હાંસલ કર્યો છે.
આંતરરાષ્ટ્રીય સુરક્ષા પુરસ્કાર 2024 માં ડિસ્ટિંક્શન મેળવનાર અદાણી વિઝીંજમ પોર્ટ પ્રા.લિ.( AVPPL) એ 269 વૈશ્વિક સંસ્થાઓમાંની અને એવોર્ડ હાંસલ કરનાર 1,124 પૈકીની એક છે. આ તમામ સંસ્થાઓ નિર્માણ, ઉત્પાદન, તેલ, ગેસ, ખાણકામ, પાવર અને ઉપયોગિતા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રતિનિધિત્વ સાથે તમામ ક્ષેત્રોમાં પથરાયેલી છે. એવોર્ડની પ્રક્રિયાના ભાગરુપે વિશ્વભરના 49 દેશોમાંથી વિજેતાઓને તારવવા માટે ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં 269 સંસ્થાઓને ડિસ્ટિંક્શન, 456ને મેરિટ અને 399ને પાસ ગુણાંક આપવામાં આવ્યા હતા.
છેલ્લા ૬૬ વર્ષથી ઇન્ટરનેશનલ સેફ્ટી એવોર્ડ્સ આપતી રહેલી આ સંસ્થાા દુનિયાભરની સંસ્થાઓના સુરક્ષા ધારાધોરણોથી વાકેફ રહી ગત કેલેન્ડર વર્ષ દરમિયાન કાર્યસ્થળે ઇજાઓ અને કામકાજ સંબંધિ ખરાબ-સ્વાસ્થ્યને રોકવા માટે પ્રતિબદ્ધતા દર્શાવનાર ઉદ્યોગોને તે માટેના એવોર્ડથી નવાજીને તેની ઉજવણી કરે છે. કાર્ય સ્થળે સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધતા સાથે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓના પ્રયાસોને પણ બિરદાવે છે.
APSEZના મુખ્ય કારોબારી અધિકારી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ પ્રશસ્તિ અમારી તમામ ઔદ્યોગિક કામગીરીમાં સલામતીના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને વધુ પ્રોત્સાહિત કરે છે. જે અમારી સમગ્ર ટીમના સમર્પિત ભાવ અને કઠોર પરિશ્રમનો પુરાવો છે અને તે દેશમાં સૌથી સુરક્ષિત બંદર બનાવવાના અમારા અભિગમને પુનઃસુદ્રઢ કરે છે.
બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ માઈક રોબિન્સને જણાવ્યું હતું કે વિશ્વમાં ક્યાંય પણ તેમના કામકાજના કારણે કોઈ ઈજાગ્રસ્ત કે બીમાર ન થાય તે બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલનું વિઝન છે. આ હાંસલ કરવા માટે કાયદાના પાલનથી પણ વિશેષ લોકો માત્ર સ્વાસ્થ્ય અને સલામતી માટે જ નહીં, પરંતુ કાર્યસ્થળની સુખાકારી માટે પણ પ્રતિબદ્ધ છે અને અન્યને અનુસરવા માટે પ્રેરિત કરે છે. તેમણે અદાણી વિઝિંજમ પોર્ટ પ્રા. લિ.ને હાર્દિક અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે ત્યાં કાર્યરત તમામને પણ આ સિદ્ધિનો ખૂબ ગર્વ હોવો જોઈએ.