અદાણી પોર્ટફોલિયોનું વિક્રમી પ્રદર્શન; TTM EBITDA રુ. 90,000 કરોડના સિમાચિહ્નનને પાર
નાણા વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં EBITDA રુ. 23,793 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે

અમદાવાદ, ૨૯ ઓગસ્ટ ૨૦૨૫: માળખાકીય સુવિધાઓના નિર્માણ ક્ષેત્રના ભારતના સૌથી મોટા અદાણી સમૂહે આજે ટ્રેલિંગ-ટ્વેલ્વ-મહિના (TTM) અને નાણાકીય વર્ષ-26ના ત્રિમાસિક સમયગાળા દરમિયાન અદાણી પોર્ટફોલિયોએ તેના ક્રેડિટ પ્રદર્શન સહિતના નાણાકીય પ્રદર્શનની જાહેરાત છે.
તદૃનુસાર અદાણી પોર્ટફોલિયોએ પ્રથમ વખત છેલ્લા બાર મહિનાના ધોરણે રુ. ૯૦,૦૦૦ કરોડનો EBITDAના સીમાચિહ્નન આંકને વટાવ્યો કર્યો છે, ત્રિમાસિક સમયગાળામાં પણ EBITDA પણ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ મજબૂત પ્રદર્શન ખાસ કરીને તેના ઇન્ક્યુબેટિંગ વ્યવસાયો અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ (AEL) હેઠળના એરપોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ અને સેઝ તેમજ અંબુજા સિમેન્ટ્સમાં સતત વૃદ્ધિને આભારી છે. આ વ્યવસાયોના મજબૂત યોગદાનથી અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના વર્તમાન ઘટાડાને સરભર કરવામાં આવ્યો છે. AELના વર્તમાન વ્યવસાયમાં નકારાત્મક વૃદ્ધિ મુખ્યત્વે IRM (ઇન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ) ના વેપાર વોલ્યુમમાં ઘટાડો અને સૂચકાંકના ભાવમાં અસ્થિરતાને કારણે છે. EBITDAમાં સતત વૃધ્ધિ રુ. 1.5- રુ. 1.6 લાખ કરોડના આયોજિત વાર્ષિક મૂડી ખર્ચ માટે મજબૂત ટેકો પૂરો પાડે છે.
ક્રેડિટ તરફે પોર્ટફોલિયો-લેવલ લિવરેજ EBITDA ના ચોખ્ખા દેવાના 2.6 ગણા સાથે વૈશ્વિક સ્તરે સૌથી નીચા સ્તરે રહ્યું છે, જ્યારે રોકડમાં રુ. 53,843 કરોડની ઊંચી લિક્વીડીટી જળવાઇ રહી છે.
નાણાકીય પ્રદર્શનની વિગતો અનુસાર વાર્ષિક ધોરણે 10% વૃધ્ધિ સાથે અત્યાર સુધીનો સૌથી વધુ ટ્રેઇલિંગ-ટ્વેલ્વ-માસ (TTM) EBITDA રુ. 90,572 કરોડે પહોંચ્યો છે. જયારે નાણાકીય વર્ષ-26ના પ્રથમ ક્વાર્ટરમાં EBITDA રુ. 23,793 કરોડ રહ્યો છે જે આજ સુધીનો સૌથી વધુ છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ હેઠળના ઇન્ક્યુબેટિંગ એવા ઉપયોગીતા, પરિવહન જેવા મુખ્ય માળખાકીય વ્યવસાયોનો આ સમયગાળામાં EBITDA નો હિસ્સો 87% છે ઇન્ક્યુબેટિંગ માળખાકીય વ્યવસાયો એરપોર્ટ, સોલાર અને વિન્ડ મેન્યુફેક્ચરિંગ તથા રોડની અસ્ક્યામતો પહેલીવાર રૂ.10,000 કરોડ EBITDA ને વટાવી ગઇ છે.
૩૧ માર્ચ ૨૦૨૫ ના અંતે કરવેરા બાદના કામકાજ અથવા રોકડ ભંડોળનો પ્રવાહ વિક્રમજનક રુ.૬૬,૫૨૭ કરોડ રહ્યો હતો.
નાણાકીય વર્ષ ૨૫માં અસ્ક્યામતોમાં રુ.૧.૨૬ લાખ કરોડનો ઉમેરો થતા અસ્ક્યામતોના મજબૂત આધાર રુ.૬.૧ લાખ કરોડ થયો છે. માળખાકીય ક્ષેત્રના વૈશ્વિક ખેલાડીઓની તુલનામાં સૌથી નીચું EBITDA માં ચોખ્ખું દેવું ૨.૬ ગણું રહ્યું હતું.
ઓછામાં ઓછા આગામી ૧૨ માસ માટે દેવાની સ્થિતિને આવરી લેવા માટે કુલ દેવાના ૧૯% જેટલી રુ.૫૩,૮૪૩ કરોડની રોકડ બેલેન્સ જે પૂરતી લિક્વીડીટી છે.