બિઝનેસ

અગાઉથી વધુ તાકાત સાથે અદાણી પોર્ટફોલિયોનો ઉત્તરોત્તર વિક્રમી પ્રદર્શનનો સિલસિલો જારી

નાણા વર્ષ-24માં EBITDA 45%ની વૃદ્ધિ સાથે EBITDA અધધ રુ.82,917 કરોડ (USD 10 બિલિયન)એ પહોંચ્યો

અમદાવાદ : પારદર્શિતાના સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખવાની અદાણી પોર્ટફોલિયોની પ્રતિબદ્ધતાને અનુરૂપ કંપનીઓએ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાનના કામકાજ માટે અદાણી પોર્ટફોલિયોના ક્રેડિટ અને પરિણામોનો સારાંશ સહર્ષ બહાર પાડ્યો જે પોર્ટફોલિયોના નાણાકીય પ્રદર્શનમાં ઊંડી આંતરદૃષ્ટિ પુુરી પાડવા સાથે હિતધારકો અને જનતા સમક્ષ સ્પષ્ટ અને વિગતવાર માહિતી પ્રસ્તુત કરવા માટેના કંપનીઓના સમર્પણ અને ઉત્તરદાયિત્વને મજબૂત બનાવે છે.

​નાણા વર્ષ-24 અને પાછલાં અડધા દસકાનું પ્રદર્શન અદાણી પોર્ટફોલિયોની સંગીનતા, સ્થિરતા તેમજ તેના વ્યવસાયોની મજબૂતી દર્શાવે છે, જે તમામ બાહ્ય અસ્થિરતા અને વિકટ સંજોગો હોવા છતાં ઉત્તરોતર વર્ષો દરમિયાન મજબૂતીની નવી ઉંચાઇ સર કરવા સાથે સાતત્યપૂર્ણ વૃદ્ધિ હાંસલ કરવા તરફના પ્રયાણ તરફ આગળ વધી રહી છે. વળતરને મહત્તમ માર્ગે લઇ જઇ અને જોખમો ઘટાડતી કંપનીઓની મૂડી ફાળવણીની શ્રેષ્ઠ વ્યૂહરચના ઉપર પણ પ્રકાશ પાડે છે.

અદાણી પોર્ટફોલિયોએ અત્યાર સુધીના સૌથી મજબૂત નાણાકીય પરિણામો નોંધાવ્યા છે.
નાણા વર્ષ-24 માં સ્થિતિસ્થાપકતા, શક્તિ અને સ્થિરતાની સાબિતીરુપ અદાણી પોર્ટફોલિયોની કંપનીઓના કામકાજનો દેખાવ તેના શ્રેષ્ઠ સ્તરે પહોંચ્યો હતો અને EBITDAમાં 45% ની વિક્રમી વૃદ્ધિ નોંધાવી છે. વધતા રોકડ પ્રવાહ અને ઉન્નત ક્રેડિટ પ્રોફાઇલ્સ સાથે, અદાણી પોર્ટફોલિયો વૃદ્ધિને વેગ આપવા માટે ‘અત્યાર સુધીની સૌથી વધુ મજબૂત’ સ્થિતિમાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button