અદાણી વન- ICICI બેંકે એરપોર્ટ સાથે જોડાયેલા લાભો સાથે ભારતનું પ્રથમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું
વિઝાના સહયોગથી શરૂ થનાર આ કાર્ડ્સની નોંધપાત્ર પુરસ્કારોની ઓફર

અમદાવાદ,જૂન 3, 2024: અદાણી વન અને ICICI બેંકે આજે વિઝા સાથે સહયોગમાં એરપોર્ટ સાથે જોડાયેલા લાભો સાથે ભારતના સૌ પ્રથમ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ બજારમાં પ્રસ્તુત કર્યા છે. અદાણી વન ICICI બેંક સિગ્નેચર ક્રેડિટ કાર્ડ અને અદાણી વન ICICI બેંક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ આ કાર્ડ એક વ્યાપક અને નોંધપાત્ર રીવોર્ડ્સ પ્રોગ્રામ ઓફર કરે છે.
કાર્ડ ધારકોની જીવનશૈલીમાં ઉમેરો કરવા અને એરપોર્ટ અને મુસાફરીના તેમના અનુભવમાં વૃધ્ધિ માટે રચાયેલ અને લાભો સાથે આ કાર્ડ રજૂ કરવામાં આવી રહ્યું છે. અદાણી વન એપ જેવી અદાણી ગ્રુપ કન્ઝ્યુમર ઇકોસિસ્ટમમાં ખર્ચ ઉપર 7% સુધી અદાણી રિવોર્ડ પોઈન્ટ તે ઓફર કરે છે, આ કાર્ડ મારફત વ્યક્તિ ફ્લાઈટ્સ, હોટલ, ટ્રેન, બસ અને કેબ બુક કરી શકે છે; અદાણી દ્વારા સંચાલિત એરપોર્ટ; અદાણી સીએનજી પંપ; અદાણી ઈલેક્ટ્રીસીટી બીલ અને ટ્રેનમેન, ઓનલાઈન ટ્રેન બુકીંગ પ્લેટફોર્મ.જેવા રસપ્રદ રીવોર્ડસ તેના આકર્ષક પાસાઓને તેણે ખુલ્લા મૂક્યા છે.
અદાણી ગ્રૂપના ડાયરેક્ટર શ્રી જીત અદાણીએ આ કાર્ડના લોન્ચિગ પ્રસંગે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ICICI બેન્ક અને વિઝા સાથેની આ અનોખી ભાગીદારી ગ્રાહક અનુભવમાં એક નવો માપદંડ સ્થાપિત કરશે અને અભિનવ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવશે. અદાણી વન પ્લેટફોર્મનો ફાયદો ઉઠાવીને ભૌતિક B2C વ્યવસાયોને ડિજિટલ વિશ્વમાં એકીકૃત કરતા અદાણી વન ICICI બેંક ક્રેડિટ કાર્ડ્સ એ સીમલેસ ડિજિટલ ઇકોસિસ્ટમ માટેની એક વિન્ડો છે.જેમાં વપરાશકર્તાઓ અપ્રતિમ સગવડ અને સુલભતાનો અનુભવ કરશે.
ICICI બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રાકેશ ઝાએ જણાવ્યું હતું કે, ‘ગ્રાહક 360’ પર અમારું લક્ષ્ય અમારા ડિજિટલ ઉત્પાદનો, પ્રક્રિયા સુધારણા અને સેવા વિતરણ દ્વારા સમર્થિત ગ્રાહકોને એકીકૃત રીતે મુખ્ય સેગમેન્ટમાં સીમલેસ ઢબે વૃધ્ધિ કરતા બજાર હિસ્સામાં સર્વગ્રાહી ઉપાય ઓફર કરવા અને વૃદ્ધિ કરવા અમોને સક્ષમ બનાવે છે. એવું અમે માનીએ છીએ. અદાણી વન અને વિઝા સાથે મળીને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડનું લોન્ચિંગ આ ફિલસૂફીને અનુરૂપ છે. આ લોન્ચ દ્વારા અમે અમારા ગ્રાહકોને અદાણી ગ્રૂપના કન્ઝ્યુમર ઇકોસિસ્ટમમાં રીવોર્ડસ અને લાભો ઓફર કરવા તેમજ બેંકના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોને મજબૂત બનાવવાનો ઇરાદો ધરાવીએ છીએ.એમ તેમણે ઉમેર્યું હતું.