બિઝનેસસ્પોર્ટ્સ

અદાણીએ પેરીસ ઓલિમ્પિક્સમાં ભારતીય એથલેટ્સનો હોંસલો વધારવા દેશકા ગીત એટ ઓલિમ્પિક્સની મુહિમનું બ્યુગલ ફૂંક્યુ

અમદાવાદ, ૦૮ જુલાઇ ૨૦૨૪: 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટીમ પેરિસ માટે ઉડાન ભરતા અગાઉ જીત મેળવવાના જુસ્સા સાથે સખ્ત પરિશ્રમ કરતા રહે છે, ત્યારે તેના મુખ્ય પ્રણેતા અદાણી ગૃપએ દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ થીમ સાથેની મુહિમ દ્વારા રાષ્ટ્રના ચેમ્પિયનને તેહદીલથી સમર્થન આપવાનું વચન અભિવ્યક્ત કર્યું છે. જીત મેળવવા અને જીતનો જશ્ન મનાવવા રાષ્ટ્રગીત સાંભળવાના લક્ષ્યને હાંસલ કરવા સાથે તાલીમમાં કલાકો અને વર્ષો ગાળ્યા છે એવા એથ્લેટ્સની આસપાસ આ મુહિમ કેન્દ્રિત છે.

ભારતીય રમતવીરોના અવિરત સમર્પણ ભાવને આવરી લેતી પ્રેરણાદાયી ફિલ્મ દ્વારા સમર્થિત આ મુહિમ ફરી એકવાર મેદાને જંગમાં પ્રવેશી રહેલા ભારતના શ્રેષ્ઠ રમતવીરોને કેન્દ્રમાં રાખે છે ત્યારે રમત ગમતના ચાહકોમાં દેશદાઝની લાગણીને ફરી પ્રજ્વલિત કરે છે. પેરિસ જવાની તૈયારી કરી રહેલા ભારતની શિરમોર રમતવીરોની પ્રતિભા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ખેલાડીઓનું લક્ષ્ય ટોક્યો ઓલિમ્પિક્સના મેડલ જીતવા અને સૌથી વધુ અપેક્ષિત  વિશ્વના ખેલકૂદ રમતોત્સવમાં રાષ્ટ્રગીત લલકારવાનું સન્માન હાંસલ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે ગત ઓલિમ્પિકમાં ભારતે રેકોર્ડ 7 મેડલ જીત્યા હતા.

ભારતમાં રમતગમતની ઇકોસિસ્ટમના સ્તરને ઉંચે લઇ જવા અને વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ અદાણી ગ્રૂપ સમગ્ર દેશમાં ખેલ જગતની સંસ્કૃતિને ઉત્તેજીત કરવા અને આગળ વધારવામાં યત્કિંચિત યોગદાન આપી રહ્યું  છે. અદાણી ગ્રૂપનો ઉદ્દેશ્ય પોતાના યોગદાન મારફત ભારતની આગામી પેઢીમાં રમતગમતના સંસ્કારોનું ઘડતર કરી તેઓમાં ચેમ્પિયન બનવાની જીંદાદીલી વિકસાવવાનો છે અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા તરફની તેઓની સફરમાં તેમને જૂસ્સો પુરો પાડવાનો  છે.

2016 થી અદાણી ગૃપએ બોક્સિંગ, કુસ્તી, ટેનિસ, ભાલા ફેંક, શૂટિંગ, દોડ, શોટપુટ, ઝડપી ચાલવું, તીરંદાજી જેવી અનેક રમતોમાં 28 થી વધુ રમતવીરોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેની ફળશ્રુતિરુપે કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા કુસ્તીબાજો રવિ કુમાર દહિયા અને દીપક પુનિયા અને બોક્સર અમિત પંઘાલની પ્રતિભાઓ ઉભરી આવી છે. દહિયા અને પુનિયાએ 2020 ટોક્યો ઓલિમ્પિક તેમજ 2020 અને 2023 એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. અદાણી ગ્રુપએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમને પણ સ્પોન્સર કરી હતી. આ ગૃપ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 અને હેંગઝોઉ એશિયન ગેમ્સ 2022ની ટીમ સાથે ઓફિશ્યલ પાર્ટનર તરીકે પણ સંકળાયેલું હતું.

અદાણી સ્પોર્ટ્સલાઇન ખાતે આ ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે સ્પોન્સર્ડ એથ્લેટ્સને શુભેચ્છાઓ પાઠવતા અદાણી સ્પોર્ટ્સલાઇનના CBO સંજય આદેસરાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે પેેરીસ ઓલિમ્પિક્સમાં અગાઉ કરતાં પણ વધુ સફળતા મળશે. અમારા કાર્યક્રમો થકી અમે અમારા રમતવીરોને રમતગમતમાં સર્વોચ્ચ સ્તરે શ્રેષ્ઠતાની શોધમાં તમામ રીતે સમર્થન આપવા માટે કૃતનિશ્ચયી છીએ. અને જ્યારે તેઓ ટોચના પુરસ્કાર માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે આપણે તેમનું નૈતિક સમર્થન કરી તેમને ઉત્સાહિત  અને પ્રોત્સાહિત કરવા જોઈએ.એમ તેમણે કહ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button