બિઝનેસ

અદાણી ફાઉન્ડેશન વાગરાના લુવારા ગામના હળપતિ સમુદાય માટે શેડ બનાવશે

દહેજ, ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકઉત્થાનની યાત્રાના 28 વર્ષની ઉજવણીના ભાગરૂપે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ભાગરૂપે વાગરા તાલુકાના લુવારા ગામમાં શેડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી પંકજ ઉકે, સીઓઓ, અદાણી (પેટ્રોનેટ) દહેજ પોર્ટ લિ., શ્રી ઋતુરાજ સિંઘ, હેડ – સિક્યુરિટી (APDPL), શ્રી ઈશ્વરભાઈ રાઠોડ, સરપંચ – લુવારા, પંચાયતના સભ્યો, અદાણી ફાઉન્ડેશન ટીમ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આજે ખાતમુર્હુત થયેલું શેડ એ હળપતિ સમુદાય માટે એક નવા અધ્યાયની શરૂઆતને ચિહ્નિત કરતી એક મહત્વપૂર્ણ ઘટના છે. નવા શેડનો ઉપયોગ હળપતિ સમુદાયના સામાજિક અને સાંસ્કૃતિક મેળાવડા માટે થશે. શેડ 360 ચોરસ મીટરથી વધુ વિસ્તારને આવરી લેશે જેમાં એક સમયે 150-200 લોકો બેસી શકશે. શેડ માત્ર એક માળખું નહીં પરંતુ સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સામુદાયિક મેળાવડાઓ અને એક એવી જગ્યા હશે જ્યાં પરંપરાઓ સાચવી શકાશે અને ઉજવવામાં આવશે. ભાથીજી મહારાજ અને સિકોતર માતા મંદિરના પરિશરમાં બનનારા આ શેડનો અનેક પ્રકારે ઉપયોગ થઈ શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button