અદાણી અને સિરિયસ ઇન્ટરનેશનલ હોલ્ડીંગ સમર્થિત ડિજિટેકએ ક્લાઉડ પ્લેટફોર્મ Coredge.io હસ્તગત કરી
અમદાવાદ, ૧૬ જૂલાઇ ૨૦૨૪: અદાણી ગ્રૂપ અને સિરિયસ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ (સિરિયસ), ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) ની પેટાકંપની વચ્ચેના સંયુક્ત સાહસ એવી સિરિયસ ડિજિટેક લિમિટેડે એક અદ્યતન સાર્વભૌમ AI અને ક્લાઉડ પ્લેટફોર્મ કંપની.Coredge.io પ્રા. લિ.હસ્તગત કરવા સંબંધી બંધનકર્તા કરારો પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે.
અદાણી ગૃપના ડિરેક્ટર જીત અદાણીએ આ વેળા જણાવ્યું હતું કે રાષ્ટ્રો ડેટા સુરક્ષાને વધુને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે તે સ્થિતિમાં સંસ્થાઓ પાસે ફક્ત પબ્લિક ક્લાઉડ પર આધાર રાખવાને બદલે પોતાનો ડેટા રાષ્ટ્રીય સીમાની અંદર જાળવી રાખવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય તે તેનાથી પણ વધુ મહત્વની બાબત છે. ગણતરી અને સાર્વભૌમ ડેટા સ્ટેક માટેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત માંગમાં સ્ફોટક વૃદ્ધિને જોતાં સંવેદનશીલ માહિતીના રક્ષણ અને રાષ્ટ્રીય સલામતિ જાળવવા માટે સોવેરિન ડેટા સેન્ટર્સ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. તેમણે આ હસ્તાંતરણ વિષે વાત કરતા વધુમાં કહ્યું હતું કે આનાથી AI તાલીમ અને અનુમાન માટે વિશિષ્ટ સાર્વભૌમ ક્લાઉડ સેવાઓની જરૂર હોય તેવી સંસ્થાઓને AIની ક્ષમતાઓ સીધી જ સંસ્થાઓના હાથમાં મૂકવાની અમારી ક્ષમતાઓનો એક વધારાનો ફાયદો થશે.
સિરિયસ ઈન્ટરનેશનલ હોલ્ડિંગના સીઈઓ અજય ભાટિયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ પરંતુ સ્થાનિક રીતે કાર્યરત સાર્વભૌમ AI ક્લાઉડ સેવાઓ દ્વારા કોરેજે ઉકેલોને માપવાની ક્ષમતા સાથે વૈશ્વિક હાજરી પ્રસ્તુત કરી છે. અમારા ગ્રાહકો અને ભાગીદારોને સુરક્ષિત, ભરોસામંદ અને સ્થાનિક ક્લાઉડ AI ટેક્નોલોજીનો પોર્ટફોલિયો ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતાને આ કદમ રેખાંકિત કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.