બિઝનેસસુરત

સુરતમાં અભિનેત્રી સોનાલી બેન્દ્રે કલ્યાણ જ્વેલર્સે શોરૂમનું ઉદઘાટન કરશે

કલ્યાણ જ્વેલર્સે સુરતમાં તેના નવા ડિઝાઇન કરાયેલા શોરૂમને લોંચની જાહેરાત કરી

સુરત : ગુજરાતમાં 10 શોરૂમ સાથે ભારતની સૌથી વિશ્વસનીય અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે સુરતમાં આઇડીબીઆઇ બેંકની પાસે ઘોડદોડ રોડ ખાતે નવો ડિઝાઇન કરાયેલો શોરૂમ લોંચ કરવાની જાહેરાત કરી છે.

અભિનેત્રી સોનાલી બેન્દ્રે 27 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ સાંજે 5.30 કલાકે નવા શોરૂમનું ઉદઘાટન કરશે. હાલમાં જ્વેલરી બ્રાન્ડ ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ અને વડોદરા જેવાં પ્રમુખ માર્કેટ સહિત વિવિધ કેન્દ્રો ઉપર ઉપસ્થિતિ ધરાવે છે. આ શોરૂમ વિશ્વસ્તરીય માહોલમાં કલ્યાણ જ્વેલર્સના કલેક્શનની ડિઝાઇનની વિશાળ શ્રેણી પ્રસ્તુત કરશે.

આ નવા શોરૂમના લોંચ અંગે કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણરામને જણાવ્યું હતું કે, “એક કંપની તરીકે અમે નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે તેમજ ગ્રાહકોના ખરીદીના અનુભવમાં વધારો કરવા માટે એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગુજરાત કલ્યાણ જ્વેલર્સ માટે એક મુખ્ય બજાર રહ્યું છે અને અમે વર્ષોથી આ પ્રદેશમાં અમારી ઉપસ્થિતિનો વ્યૂહાત્મક રીતે વિસ્તાર કર્યો છે. અમને વિશ્વાસ છે કે સુરતમાં આવનારો શોરૂમ અમારા મૂલ્યવાન ગ્રાહકોને વધુ સુવિધા અને સુલભતા પ્રદાન કરતી વખતે અમારી બજારમાં હાજરીને વધુ મજબૂત બનાવશે.”

આ લોંચની ઉજવણી કરતાં કલ્યાણ જ્વેલર્સે મેકિંગ ચાર્જીસ ઉપર 50 ટકા સુધીની છૂટની જાહેરાત કરી છે. આ ઉપરાંત કલ્યાણ સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટ – માર્કેટમાં સૌથી નીચા અને કંપનીના તમામ શોરૂમમાં સ્ટાન્ડર્ડાઇઝ પણ છે, તે પણ લાગુ પડશે.

ગ્રાહકોને કલ્યાણ જ્વેલર્સ 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થશે, જે શુદ્ધતાની ગેરંટી, ઘરેણાંની આજીવન મફત જાળવણી, વિગતવાર ઉત્પાદન માહિતી અને પારદર્શક એક્સચેન્જ અને બાય-બેક નીતિઓ આપશે. આ પ્રમાણપત્ર બ્રાન્ડની તેના ગ્રાહકોને શ્રેષ્ઠ ઓફર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ શોરૂમમાં કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ ઉપલબ્ધ હશે, જેમાં મુહૂર્ત (વેડિંગ જ્વેલરી લાઇન), મુદ્રા (હેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જ્વેલરી), ગ્લો (ડાન્સિંગ ડાયમંડ્સ), ઝિયા (સોલિટેર જેવા ડાયમંડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમંડ્સ), અપૂર્વ (ખાસ પ્રસંગો માટે ડાયમંડ્સ), અંતરા (વેડિંગ ડાયમંડ્સ), હેરા (ડેઇલી વેર ડાયમંડ્સ), રંગ (કિંમતી પથ્થરો જ્વેલરી) અને તાજેતરમાં લોંચ થયેલા લીલા (રંગીન પથ્થરો અને ડાયમંડ જ્વેલરી)નો સમાવેશ થાય છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button