ભારતની ખાદ્યસુરક્ષાને સુદૃઢ કરવા અદાણી એગ્રી લોજિસ્ટિક્સની સક્રિય ભૂમિકા
કુલ 4.2 MMTની અનાજ સંગ્રહ ક્ષમતા ધરાવતા નવા 74 સાઈલો વિકસાવશે

ભારતમાં ખાદ્યસુરક્ષા સુનિસ્ચિત કરવા અને અનાજના વેસ્ટને અટકાવવા અદાણી જૂથ સક્રિય ભૂમિકા અદા કરી રહ્યું છે. અદાણી એગ્રી લોજિસ્ટિક્સ લિમિટેડ (AALL) દેશમાં ખાદ્યસુરક્ષા માટે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરી સહયોગ કરી રહ્યું છે. અનાજ સંગ્રહ કરતા સાઈલોમાં અગ્રણી અદાણી એગ્રી લોજિસ્ટિક્સે તેના હેન્ડલિંગ, સંગ્રહ અને જથ્થાબંધ પરિવહનમાં ક્રાંતિ લાવી છે. હાલ દેશમાં 20 સ્થળોએ AALLના 1.1 MMTની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક પાયલોટ સ્કેલ સંકલિત સાઈલો પ્રોજેક્ટ્સ સક્રિય છે. 2026 સુધીમાં કંપની 4.2 MMTની કુલ ક્ષમતા ધરાવતા નવા 70 સાઈલો વિકસાવાની યોજના ધરાવે છે.
એન્ડ-ટુ-એન્ડ બલ્ક સપ્લાય ચેઈન સોલ્યુશન પ્રદાન કરવામાં AALL અગ્રણી છે. કંપનીએ PPP મોડલ આધારિત બલ્ક હેન્ડલિંગ, સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનની રાષ્ટ્રીય નીતિ હેઠળ નવી પહેલ કરી છે. સાઈલોમાં સંગ્રહ કરવાથી સરકાર ખાદ્યાન્નના મોટા જથ્થાને થતું નુકસાન અને બગાડથી બચાવી શકે છે. ખાદ્ય સંગ્રહ અને સુરક્ષા માટે અત્યાધુનિક પદ્ધતિથી કરવામાં આવતી અનાજની જાણવણીના કારણે ખેડૂતોને પણ ખૂબ ફાયદો થાય છે. ખેડૂતો ‘કમિશન એજન્ટ’ને સામેલ કર્યા વિના સીધો જ સ્ટોક પહોંચાડી ખરીદી સમય અને નાણાની બચત કરી શકે છે વળી તેની ચુકવણી ઝડપી થાય છે.
સાઈલો એ અનાજ સંગ્રહ માટે સુરક્ષિત વાતાવરણ ધરાવતી મોટા કદની કોઠી છે, ફાર્મ સાઈલોના કારણે ઉપજને સંગ્રહિત કરવા આડા વેરહાઉસ કરતાં ઓછા વિસ્તારની જરૂર પડે છે. પરંપરાગત વેરહાઉસની સરખામણીમાં તે જમીનના 1/3 વિસ્તારમાં ઉભી કરી શકાય છે. સ્ટોરેજ માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ હોવાથી અનાજ તેમાં સંગ્રહિત અનાજ તાજગી જાળવી શકે છે. વળી તેને સ્ટોર કરવાની કિંમત અન્ય સ્ટોરેજ સિસ્ટમ્સ કરતા ઓછી છે. એટલું જ નહીં, તેનાથી બહુવિધ હેન્ડલિંગ, પરિવહન અને માનવશ્રમની પણ બચત થાય છે. કંપનીએ ભારતીય ફૂડ કોર્પોરેશન સાથે વિશિષ્ટ સેવા પ્રદાન કરવા કરાર કર્યા છે.
2007માં અદાણી એગ્રી લોજિસ્ટિક્સ લિમિટેડની એક પાયલોટ પ્રોજેક્ટ સાથે શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 17 વર્ષમાં દેશમાં ટકાઉ કૃષિ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા અદાણી એગ્રી લોજિસ્ટિક્સે વિશ્વ સ્તરીય રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સમર્પિત બલ્ક રેક્સ સાથે અત્યાધુનિક સંકલિત સિલો પ્રોજેક્ટ્સ વિકસાવ્યા છે. 2025 સુધીમાં અદાણી એગ્રી લોજિસ્ટિક્સ 4 MMT અનાજનું સંચાલન કરવાનો લક્ષ્યાંક રાખીને 70 વધુ સ્થળોએ સાઈલો વિકસાવવાની યોજના ધરાવે છે.