ધર્મ દર્શન
આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસુરી મહારાજા આદિ થાણા આજે સચિન ખાતે પ્રવેશ કર્યો
સુરતઃ શ્રી ગુર્જરદેશે સૂર્યપુરી નગરીના આંગણે વેસુની સૌભાગ્યધરા પર મુમુક્ષુરત્ન ભાગ્યકુમાર અને કુળ દીપીકા શેલ્વીકુમારી આદિ 9 – 9 મુમુક્ષોની ભાગવતી પ્રવજ્યા તથા ત્રણ શ્રમણ ભગવંતના ગણીપદ પ્રદાન
અહોભાગ્યમ પરાયાત્રા માં પધારવા માટે મુંબઈ થી ઉગ્ર વિહાર કરીને ભક્તિયોગાચાર્ય પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસુરી મહારાજા આદિ થાણા આજે સચિન ખાતે પ્રવેશ કર્યો હતો વાવ નિવાસી મહેતા ચંપાબેન શાંતિલાલ ધરમચંદભાઈ પરિવાર ના પિયુષભાઈ શાંતિલાલ મહેતા પરિવાર ના સભ્યો ઉપસ્થિત રહીને પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસુરી મહારાજા આદિ થાણા સચિન ખાતે વધામણા કર્યા હતા.