સુરતઃ આમ આદમી પાર્ટી, સુરત દ્વારા આજથી ટ્રાફિક જનજાગૃતિ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે 7:30 વાગ્યાથી જે તે વિસ્તાર ના કોર્પોરેટર શ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ટ્રાફિક નાં મુખ્ય પોઇન્ટ ઉપર પ્લેકાર્ડ લઈને ઉભા રહી લોકોને ટ્રાફિક ની સાચી સમજ આપવામાં આવી હતી.
વધુ વિગત એવી છે કે, વરાછા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર આમ આદમી પાર્ટી નાં નગરસેવકો તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જાહેર ટ્રાફિક જંક્શનો પર હાથ માં પ્લેકાર્ડ પકડી લોકોને ટ્રાફિક નાં નિયમોથી અવગત કરવામાં આવ્યા હતાં. સીતાનગર ચોકડી પાસે વિપક્ષ ઉપનેતા પાયલ સાકરીયા, કોર્પોરેટર શોભનાબેન કેવડિયા અને કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેવી જ રીતે કાપોદ્રા સર્કલ ખાતે ઉપનેતા મહેશભાઈ અણઘણ, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણી અને કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતી.
ધર્મેશ ભંડેરી એ જણાવ્યું હતું કે, ટ્રાફિક જાગૃતિ અભિયાનના ભાગરૂપે લોકોને ટ્રાફિક નિયમો બાબતે સમજાવ્યા અને ટ્રાફિક થવાના મૂળભૂત કારણો જાણ્યા. જે આગામી દિવસોમાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર સાથે મળી નિરાકરણ લાવવામાં આવશે.