
સુરત. 02 સપ્ટેમ્બર, 2025 : વિદ્યાર્થીઓના સપનાઓને સિદ્ધિમાં ફેરવવાના 16 સફળ વર્ષો પૂરા થતા, દેશભરમાં પરીક્ષા તૈયારી સેવાઓમાં અગ્રગણ્ય – આકાશ એજ્યુકેશનલ સર્વિસેસ લિમિટેડ (AESL) તેના મુખ્ય પહેલ – એન્થે 2025 (આકાશ નૅશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ) ના શુભારંભની ઘોષણા ગર્વથી કરે છે. ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાહ જોવાતા કાર્યક્રમોમાંથી એક, એન્થે 2025 નો ઉદ્દેશ ક્લાસ 5 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરીને સાચા સમસ્યા ઉકેલનાર બનવા માટે પ્રોત્સાહિત કરવો છે.
સૌને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની પોતાની મિશન સાથે આગળ વધતાં, એન્થે 2025 રૂ. 250 કરોડ સુધીની કુલ સ્કોલરશિપ Classroom, Aakash Digital અને ઇન્વિક્ટસ કોર્સીસ માટે આપે છે – જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશિપ પણ મળી શકે છે. ઉપરાંત, રૂ. 2.5 કરોડનાં રોકડ ઇનામો પણ વિતરણ કરવામાં આવશે. આ બધું વિદ્યાર્થીઓને મેડિકલ અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી તેમના સપનાઓ સાકાર કરવા માટે મદદરૂપ બનશે. આ પરીક્ષા NEET, JEE, સ્ટેટ CETs, NTSE અને ઓલિમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આકાશના નિષ્ણાત શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવતી શ્રેષ્ઠ કોચિંગ મેળવવાનું દ્વાર ખોલે છે.
આ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી, આકાશ હવે “ઇન્વિક્ટસ એસ ટેસ્ટ” પણ લોન્ચ કરી રહ્યો છે — જે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પરીક્ષા છે, જે કલાસ 8 થી 12 સુધી અભ્યાસ કરતા હોય અને JEE Advanced માટેની તૈયારી કરવા માંગતા હોય. આ રાષ્ટ્રીય સ્તરની પાત્રતા અને સ્કોલરશિપ પરીક્ષા 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. આ ત્રણ કલાકની પરીક્ષા (સવારે 10:00 થી બપોરે 1:00 સુધી) ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ઉપલબ્ધ છે અને તેનો ફી ₹300 છે. જે વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરશે તેમને 100% સુધીની સ્કોલરશિપ અને રોમાંચક નગદ ઇનામો આપવામાં આવશે. આકાશ ઇન્વિક્ટસ કાર્યક્રમ ભારતમાં કેટલાક પસંદગીના સેન્ટરો પર ઉપલબ્ધ છે જેમ કે દિલ્હી-એનસીઆર, ચેન્નઈ, બેંગલુરુ, લખનૌ, મીરઠ, પ્રયાગરાજ, દેહરાદૂન, ભોપાલ, ઇંદોર, અમદાવાદ, ચંડીગઢ, રોહતક, હૈદરાબાદ, નમક્કલ, કોયમ્બતૂર, ભુવનેશ્વર, રાંચી, તિરુચી, વિઝાગ, મુંબઈ, કોલકાતા, દુર્ગાપુર અને પટણા.
આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) ના શિક્ષણવિદના વડા તેમજ વ્યવસાય વડા ડૉ. એચ. આર. રાવ એ કહ્યું કે, “એન્થે આજે ભારતભરના વિદ્યાર્થીઓ માટે સંભવના પ્રતિક બની ગયું છે. છેલ્લા 16 વર્ષથી અમે હોનહાર વિદ્યાર્થીઓને તેમના સપનાની પાછળ દોડવા માટે તક આપી છે — તેઓનું આર્થિક પછાતપણું કે તેમને ક્યાં રહે છે, એનાં બદલે તેમના પ્રતિભાને મહત્વ આપ્યું છે. આકાશમાં અમારો વિશ્વાસ છે કે દરેક વિદ્યાર્થીમાં સમસ્યા હલ કરવાની ક્ષમતા છે, તેઓમાં ઊંડા વિચાર કરવાની શક્તિ છે, ચેલેન્જીસનો સામનો કરી શકે છે અને બદલાવ લાવી શકે છે. એન્થે 2025 એ વારસાને આગળ વધારશે, જ્યાં યોગ્ય વિદ્યાર્થીઓને જરૂરી સાધનો, સપોર્ટ અને પ્રેરણા મળશે જેથી તેઓ આગળ વધી શકે. અમારી વિશાળ નેટવર્ક અને હાયબ્રિડ લર્નિંગ પદ્ધતિથી અમે ગુણવત્તાયુક્ત શિક્ષણને સર્વસમાવેશક અને પરિણામમુખી બનાવી રહ્યા છીએ.