ધર્મ દર્શનસુરત

શ્રીના શાહ તથા અનુજા શાહ દ્વારા નવકાર મહામંત્રની ખૂબ જ સુંદર ફ્રેમ બનાવવામાં આવી

જીતો સંસ્થા દ્વારા આ કાર્ય બદલ તેમની ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવી હતી

સુરતઃ જીતો સંસ્થા દ્વારા સમસ્ત ભારતમાં નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમસ્ત ભારતના ચારેય ફિરકાના સાધુ-સાધ્વીજી ભગવંત તથા લાખો શ્રાવકોએ ભાગ લીધો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ભાગ લીધો હતો. જેમાં સુરત ખાતેથી રેસીનાર્ટ-15ના ઓનર શ્રીના શાહ તથા અનુજા શાહે પણ ભાગ લીધો હતો. તેમના દ્વારા ક્લે આર્ટ અને રેસીન આર્ટ દ્વારા નવકાર મહામંત્રની ખૂબ જ સુંદર ફ્રેમ બનાવવામાં આવી હતી.

આ સુંદર ફ્રેમ બનાવવા બદલ તેઓનો સમસ્ત ભારત ખાતે નંબર આવ્યો છે. તેઓ દ્વારા રેસીન આર્ટ, ક્લે આર્ટનું કામ ઘરેથી જ કરવામાં આવે છે. જીતો સંસ્થા દ્વારા આ કાર્ય બદલ તેમની ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button