દિવ્યાંગ બાળકો ના સર્વાંગીણ માનસિક તણાવ ને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ થયો
રાજ્ય ભરમાં 12 જિલ્લામાં કુલ 3318 દિવ્યાંગ બાળકો એક સાથે બેસી મંત્ર જાપ કર્યા
સુરત : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આજે દિવ્યાંગ બાળકો ના સર્વાંગીણ માનસિક તણાવ ને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ થયો. સુરત શહેરની 11 સંસ્થાઓ સહિત રાજ્યના 12 જિલ્લાની 22 સંસ્થાઓ મળી કુલ 33 સંસ્થાઓમાં એક સાથે, એક સમયે , પોતાની સંસ્થામાં જ ગાયત્રી મંત્ર ની વિવિધ પ્રકારની સાધના મંગળવારે સવારે 11.30 થી 12 દરમિયાન દિવ્યાંગ બાળકો આ સાધના સંપન્ન કરી.
સુરત શહેરમાં કુલ 1838, અમદાવાદ માં 426, ભાવનગરમાં 338, નવસારી માં 251, નડિયાદમાં 200, વલસાડમાં 102, સુરેન્દ્રનગરમાં 80, વડોદરામાં 70, મોડાસામાં 62, અમરેલીમાં 60, ગોધરામાં 51, અને પાટણમાં 40 મળીને કુલ 3318 દિવ્યાંગ વિદ્યાર્થીઓ સામૂહિક સાધના સંપન્ન કરી.
પ્રહર્ષા મહેતાના જણાવ્યા અનુસાર રાજ્ય ભરમાં 12 જિલ્લામાં કુલ 3318 દિવ્યાંગ બાળકો એક સાથે બેસી મંત્ર જાપ કર્યા હતા.
છેલ્લા 3 વર્ષથી માનસિક રૂપે દિવ્યાંગ બાળકો પર ના હેમાંગીની બેન દ્વારા થયેલા ગાયત્રી મંત્ર ના દિવ્યાંગ બાળકોમાં થયેલા પ્રયોગમાં તેમના વ્યવહાર માં સકારાત્મક પરિવર્તન જોવા મળ્યું હતું. તેનાથી પ્રોત્સાહિત થઈને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ના દિવ્યાંગ વિભાગ દ્વારા વિશ્વ દિવ્યાંગ સપ્તાહ દરમિયાન દિવ્યાંગ બાળકો માટેના આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગાયત્રી ના સિદ્ધ સાધક અને યુગ દ્રષ્ટા પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ની પરા વાણી માં મુદ્રિત થયેલા સ્વરમાં મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ ધ્યાન ધર્યું, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ગાયત્રી મંત્ર જાપ કર્યા અને મૂક બધિર વિદ્યાર્થીઓ ગાયત્રી મંત્ર લેખન કર્યું.
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ના દિવ્યાંગ વિભાગના કન્વીનર હૈમાંગીની દેસાઈ ના અનુસાર, આ એક વિલક્ષણ અને અદ્ભુત આયોજન વિશ્વ માં પ્રથમ વાર થયું. રાજ્ય ભર ના બાળકો નો ઉત્સાહ જોવા લાયક રહ્યો છે. આગામી દિવસોમાં આ સાધના આંદોલન નિરંતર ચાલે તે માટે પ્રયાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ચાલતી ભારતીય સંસ્કૃતિ પરીક્ષા ના ઉપક્રમે રાજ્ય ના દિવ્યાંગ બાળકો માં સંસ્કૃતિ ,સંસ્કાર અને જીવન જીવવાની કળા નો સમન્વય કરવાનો પ્રયાસ છેલ્લા 2005 થી નિરંતર લેવા આવે છે