નિકેતન શાળાના વિદ્યાર્થી દ્વારા ગોવિંદ નગર લિંબાયત સ્થિત પુરી જગન્નાથ બાલાજી મંદિરમાં ભગવત ગીતાના પાઠ કરાયા

સુરત : ગીતા જયંતિના પવિત્ર અવસરે અર્ચના વિદ્યા નિકેતન શાળાના તેમજ તેલુગુ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા લિંબાયતમાં ગોવિંદનગર સ્થિત ભવ્ય બાલાજી મંદિરમાં પરમાત્માના દિવ્ય ચરણોમાં શ્રીમદ્ ભગવત ગીતાના પાઠ ભક્તિભાવથી કરવામાં આવ્યો.
ધર્મ, ભક્તિ અને જ્ઞાનના આ અદ્વિતીય ગ્રંથના પાઠ દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં “યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો” નો ભાવ પ્રસર્યો હતો. વિદ્યાર્થીઓએ શ્રદ્ધાસભર સ્વરે શ્લોકોચ્ચારણ કરી શ્રીકૃષ્ણપ્રતિ અપાર સમર્પણ વ્યક્ત કર્યુ. વિધિવત્ દીપ પ્રજ્વલન કરી ત્યારબાદ ભાવગીતો દ્વારા અંતરાત્માની ભક્તિને પ્રગટાવી. ભક્તિપૂર્ણ વાતાવરણમાં હાજર માતા-પિતા, શિક્ષકો તથા ભક્તજનો ભાવવિભોર બની આ પવિત્ર ક્ષણોના સાક્ષી બન્યા. વિદ્યાર્થીઓએ માત્ર પાઠ જ કર્યો નહીં, પરંતુ ગીતાના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ કર્યો.
શાળાના વહીવટી મંડળ તથા તેલુગુ સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય “ગીતા જ્ઞાન દરેક હૃદય સુધી પહોંચે, અને યુવા પેઢી સંસ્કાર તથા સન્માર્ગે આગળ વધે”. નિકેતન શાળા દ્વારા શ્રીમદ્ ભગવત ગીતા પર વર્લ્ડ રેકોર્ડ પણ કરવામાં આવેલ છે.



