બિઝનેસસુરત

ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મજબૂત પગલું: AM/NS Indiaએ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ અને બેટી પઢાઓ સ્કોલરશિપની પહેલ શરૂ કરી

AM/NS Indiaએ 872 દીકરીઓને ‘બેટી પઢાઓ’ સ્કોલરશિપ આપી

હજીરા–સુરત, ગુજરાત, ડિસેમ્બર 20, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) – આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ – એ આજે સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા અને સમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવા બે મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી છે.

AMNS ટાઉનશિપ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન, AM/NS Indiaએ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT), સુરત સાથે ‘સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રેનિંગ ઇનિસિએટિવ’ શરૂ કરવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ અનોખો કાર્યક્રમ સુરતના સ્થાનિક ઇજનેરી સ્નાતકોને ઉદ્યોગ માટે તૈયાર કરશે.આ સાથે, AM/NS Indiaએ હજીરા અને આસપાસના ગામોની 872 દીકરીઓને ‘બેટી પઢાઓ’ સ્કોલરશિપ એનાયત કરી છે, જે સુરત વિસ્તારમાં શિક્ષણ સહાય માટેનો એક નવો માઇલસ્ટોન છે.

આ કાર્યક્રમમાં  મુકેશભાઈ પટેલ,  ધારાસભ્ય, ઓલપાડ વિધાનસભા,  સંદિપભાઈ દેસાઈ,  ધારાસભ્ય, ચોર્યાસી વિધાનસભા , વરિષ્ઠ સરકારી અધિકારીઓ, સ્થાનિક સંસ્થાના સભ્યો, AM/NS Indiaની સિનિયર લિડરશીપ ટીમ અને SVNITના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, હજીરા-કાંઠા વિસ્તારની 872 દીકરીઓ પણ તેમના માતા-પિતા સાથે સ્કોલરશિપ સ્વીકારવા હાજર રહી હતી.

સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રેનિંગ ઇનિસિએટીવ વિશે

આ 12 મહિનાનો પ્રમાણપત્ર આધારિત કાર્યક્રમ SVNIT સુરત સાથેના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરીના ડિપ્લોમા તેમજ B.E./B.Tech સ્નાતકોને પ્રાયોગિક કૌશલ્ય, ઔદ્યોગિક સલામતીની સમજ અને ગુણવત્તા નિયંત્રણ ધોરણોની તાલીમ આપવામાં આવશે. તાલીમ પાછળનો હેતુ, ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્યનો વિકાસ કરવો જે અંતર્ગત AM/NS India અને SVNIT દ્વારા પ્લાન્ટ ઓપરેશન, મેન્ટેનન્સ, ક્વોલિટી અને સેફ્ટી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રોજગાર લાયક બનાવવા માટે તૈયાર કરી પ્રમાણપત્ર પુરૂં પાડવામાં આવશે.

બેટી પઢાઓ સ્કોલરશિપ વિશે

AM/NS Indiaની મુખ્ય CSR પહેલ ‘બેટી પઢાઓ સ્કોલરશિપ’* આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને ધોરણ 9 થી લઈને એન્જિનિયરિંગ, મેડિસિન અને ITI જેવા વ્યાવસાયિક અભ્યાસ માટે શિક્ષણ સહાય પૂરી પાડે છે. આ સ્કોલરશિપ યોજના પ્રોટેન eGov ટેકનોલોજીઝની ‘વિદ્યાસારથી’ પ્લેટફોર્મ મારફતે સંચાલિત છે, જે અરજી પ્રક્રિયા અને નાણાંકીય વિતરણમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરે છે.

AM/NS Indiaની પહેલ વિશ મુકેશભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય, ઓલપાડ વિધાનસભાએ* જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ, કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર કન્યા શિક્ષણને પ્રાથમિકતા આપી રહી છે. AM/NS India દ્વારા બેટી પઢાઓ જેવી પહેલ આ પ્રયાસને વધુ મજબૂત બનાવે છે, જેનાથી દીકરીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે પૂરતી તકો પ્રાપ્ત કરી શકે”

*શ્રી સંદિપભાઈ દેસાઈ, માનનીય ધારાસભ્ય, ચોર્યાસી વિધાનસભા* એ જણાવ્યા હતું કે, “સુરત ઔદ્યોગિક અને શૈક્ષણિક શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. કૌશલ્ય વિકાસ અને રોજગાર તાલીમની પહેલ અને બેટી પઢાઓ જેવા કાર્યક્રમો સાથે, AM/NS India આપણા યુવાનો માટે કુશળ અને શિક્ષિત ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.”

આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડન્ટ – એચઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS India* એ જણાવ્યું છે કે, “સ્થાનિક યુવાનોનું સશક્તિકરણ માત્ર જવાબદારી જ નથી, પરંતુ ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે અનિવાર્ય પણ છે. SVNIT સાથેનો કૌશલ્ય વિકાસ કાર્યક્રમ અને બેટી પઢાઓ સ્કોલરશિપ હજીરા અને તેની આસપાસના સમુદાય ઉપરાંત, તેથી પણ વધુ લોકોનો વિકાસ અને મજબૂત પ્રતિભા નિર્માણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”

પ્રોફ. (ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNIT એ જણાવ્યું હતું કે, “AM/NS India સાથેનો આ સહયોગ ઉદ્યોગ અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહકારનું ઉત્તમ ઉદાહરણ છે. સિદ્ધાંતો આધારિત અને પ્રાયોગિક જ્ઞાન વચ્ચેનો સેતુ બાંધીને અમે વિદ્યાર્થીઓને ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો માટે તૈયાર કરી રહ્યા છીએ.”

આ બંન્ને પહેલ દ્વારા AM/NS India સમુદાયનું સશક્તિકરણ, શિક્ષણ પ્રોત્સાહન અને ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ નિર્માણના તેના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવે છે, જે હજીરા અને સુરતના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button