ધર્મ દર્શનસુરત

સામાજિક સહાનુભૂતિનું ઉજળતું દિપક: છેલ્લા ૧૨ વર્ષથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે દિવાળીની ઉજવણી કરે છે

સેવા એજ પરમો ધર્મ: મહામારીમાં સિવિલ હોસ્પિટલની નિસ્વાર્થ સેવાભાવના પ્રતિબિંબ

સુરત : સમાજમાં અનેક એવા લોકો છે જેઓ દિવાળી, રક્ષાબંધન પર્વમાં પરિવારના પ્રેમ અને ઘરના સુખનો અનુભવ થતો નથી. આવા દર્દીઓ અને સફાઈકર્મી માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીન માતૃશ્રી દેવિયાનીબેન સંઘવી અને હેની રમેશચંદ્ર સંઘવી માનવતાની ઝલક બન્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવારજનો છેલ્લા ૧૨ વર્ષથી નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને સફાઈકર્મીઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરે છે.

આ અવસરે સ્વદેશી અભિયાનને સાર્થક કરવા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાના અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને જનઆંદોલન બનાવવા હેતુથી અમદાવાદના માનસિક દિવ્યાંગ બાળકોને સહકાર આપવાની ભાવના સાથે બાળકો દ્વારા તૈયાર કરાયેલ દીવડાઓ ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ છે. ‘સેવા એજ પરમો ધર્મ’ આ ભાવના એ જીવનમૂળ્ય છે, જેને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, નર્સિસ અને સમગ્ર આરોગ્યકર્મી સ્ટાફે દરેક મહામારીમાં જીવંત સાબિત કર્યું છે.

આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, મહામારીનાં સંકટસભર દિવસોમાં જ્યારે આખી દુનિયા ભયભીત અને અનિશ્ચિતતાથી ઘેરાયેલી હતી, ત્યારે સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓની સેવા કરી છે. દર્દીઓની સારવાર સુનિશ્ચિત કરવા સિવિલ હોસ્પિટલના તમામ કર્મચારીઓએ પોતાના પરિવારથી દૂર રહીને દર્દીનારાયણ ની સેવામાં સમર્પિત રહે છે.

આ અવસરે પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલા, સિમ્મી બચકાનીવાલા, ધ્રુવ સુતરીયા, RMO ડો. કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ વિદ્યાર્થી પાંખના એડવાઈઝર કમલેશ પરમાર યુવા મોરચાના મંત્રી શૈલેષ નાઈ નર્સિંગ એસો.ના વિરેન પટેલ તેમજ આદિલ કડીવાલા ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button