સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૧ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘સાયન્સ ઓફ લર્નિંગ ઇન ઓર્ગેનાઇઝેશન’વિષય ઉપર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પેનલિસ્ટ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જનરલ મેનેજર (એચ.આર) ઝુબીન તોડીવાલા, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ (હેવી એન્જીનિયરીંગ– આઇસી)ના જીએમ એન્ડ હેડ– એચ.આર. એન્ડ ઓ.ઇ. મનિષ ગૌર અને શ્રી રામકૃષ્ણ એકસપોર્ટ્સ પ્રા.લિ.ના સીએચસીઓ ડો. નિરવ મંડિર આધુનિક વ્યવસ્થાપનના રહસ્યો વિષે ઉદ્યોગ સાહસિકો તથા એચ.આર. પ્રોફેશનલ્સને માર્ગદર્શન આપશે.
વર્તમાન યુગમાં સંસ્થા હોય કે વ્યકિત જે સમયની સાથે તાલમેલ મિલાવવા નવી બાબતો શીખવા માટે તત્પરતા દર્શાવશે તે જ સફળતાના શિખર સર કરશે અને તેનો જ વિકાસ પણ થશે. શીખવાની તૈયારી, ફરીથી શીખવાની તત્પરતા અને આગળ વધવા માટે લીડ લેવી એ આધુનિક મેનેજમેન્ટનો ફંડા છે.
આ ફંડાથી ઉદ્યોગ સાહસિકો તેમજ એચ.આર. પ્રોફેશનલ્સને અવગત કરાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચેમ્બરની એચ.આર. એન્ડ ટ્રેઇનીંગ કમિટી દ્વારા આ પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક http://bit.ly/3EAALyJ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.