સુરત
લિંબાયતમાં નવ વર્ષની બાળકીનું પડોશી દ્વારા અપહરણ કરી છેડતી
બાળકી ઘરની બહાર નીકળતા નરાધમે પીછો કરી અપહરણ કર્યું, રૂમમાં લઈ જઈ શારીરીક અડપલા કર્યા

સુરત, લિંબાયતના શાહપુરા વિસ્તારમાં રહેતા નરાધમે તેના ઘર પાસે રહેતી નવ વર્ષની માસુમ બાળકી ઉપર દાનત બગાડીï હતી. બાળકી ઘરની બહાર નિકળતા તેના ઍકલતાનો લાભ ઉઠાવી પીછો કરી તેનું અપહરણ કરી રૂમમાં લઈ જઈ શારીરીક અડપલા કર્યા હતા. બનાવ અંગે બાળકીને ઘરે આવીï પરિવારને જાણ કરતા મામલો પોલીસમાં પહોîચ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લિંબાયત વિસ્તારમાં આવેલ શાહપુરા મટકા ગલીની સામે ગલી નંબર ત્રણ માં રહેતો મકસુદ આલમ કયુમ અન્સારીઍ ઘર પાસે જ રહેતી માસુમ ૯ વર્ષની માસુમ બાળકી પર દાનત બગાડી હતી. ગતરોજ રાત્રે ૧૦ થી ૧૦ઃ૩૦ વાગ્યાના અરસામાં માસુમ બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે મકસુદ આલમે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ બાળકીની ઍકલતાનો લાભ ઉઠાવી તેને રૂમમાં લઇ ગયો હતો. જ્યાં મકસુદે માસુમ બાળકી સાથે શારીરિક હડપલા કરી છેડતી કરી હતી.
જાકે બાદમાં બાળકી ઍ ઘરે આવી તેના માતા-પિતાને સઘળી હકીકત જણાવી હતી. જેથી આખરે તેઅોઍ આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મકસુદ આલમ અન્સારી સામે અપહરણ અને છેડતી નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.