વિશાલ વાંચનાલય લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું
સુરત ભાજપ બુથ પ્રમુખ અને પેજ પ્રમુખના સહકાર અને સૌજન્યથી જ્ઞાન ગંગોત્રી એવા વિશાલ વાંચનાલય લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે તેનો લાભ સોસાયટીના સભ્યો અને સિનિયર સીટીઝનો માટે આશીર્વાદ સમાન છે સોસાયટીમાં જ બનેલ આ વાંચનાલયનું પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના સહિતના ભાજપ નેતાઓના પ્રયાસથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ભાજપના સુરત શહેર એસ સી મોરચા ઉપ પ્રમુખ તુલસીભાઈ સોલંકીએ શહેર નું પહેલું વાંચનાલયમાં પધારવા અપીલ કરી
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૨૨ ભટાર, વેસુ,ડુમસ વિસ્તારમાં આવેલ વિશાલ સોસાયટીમાં એક વાંચનાલય સોસાયટીના સિનિયર સીટીઝનો અને સભ્યો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ પ્રસંગમાં શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હસ્થે કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સોસાયટીના કોમન પ્લોટમાં તે વિષે ની માહિત આપવામાં આવી હતી.
જેમાં સોસાયટીના સભ્યો આગેવાનો અને ભાજપના કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે વાંચનાલય bjp બુથ પ્રમુખ અને પેજ પ્રમુખના સહકાર અને સૌજન્યથી બન્યું હોવાની પણ માહિતી આપવામાં આવી હતી.આ વાંચનાલયમાં સોસાયટીના સિનિયર સીટીઝનો માટે ખાસ બનાવ્યું હતું જે અહીં સાંજના સમયે આવીને પુસ્તકો અને સાહિત્યો વાંચીને તેમનો સમય પસાર કરી શકે સાથે-સાથે સોસાયટીના સભ્યો પણ સાહિત્યોનો લાભ લઇ શકશે તેમ સ્થાનિક ભાજપ નેતા અને સુરત શહેર એસ સી મોરચાના ઉપ પ્રમુખ તુલસીભાઈ સોલંકી એ જણાવ્યું હતું અને આગળ પણ પૂરું દયાન રાખી જતન કરીને વધુમાં વધુ લોકો ને લાભ મળે તેવા કાયમ માટે પ્રયાસ કરવામાં આવશે.