સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને અર્બન હેલ્થ એન્ડ ક્લાઈમેન્ટ રેસિલિયન્સ સેન્ટર ઓફ એકસલન્સ (UHCRCE)ના સંયુક્ત ઉપક્રમે મંગળવાર, તા. ૧૯ ડિસેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે, સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી સુરત શહેર’વિષય પર શહેરીજનો સાથે ચર્ચાસત્ર યોજાયું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના સભ્ય તેમજ UHCRCEના ટેકનિકલ ડાયરેકટર ડો. વિકાસબેન દેસાઈએ ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી’વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ડો. વિકાસબેન દેસાઈએ જણાવ્યું હતું કે, દેશમાં સર્વ પ્રથમ ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી’ માટે સુરત મહાનગરપાલિકા અને યુનિસેફના નેજા હેઠળ સંયુક્ત પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના બાળકો અને તેમના માટે કાર્યરત સમૂહો સાથે ચર્ચા સત્ર રાખવામાં આવ્યું હતું. જેમાં બાળકોના સર્વાંગી વિકાસ સહિતના વિવિધ પાસાંઓ અંગે ચર્ચા કરાઈ હતી.
અર્બન હેલ્થ એન્ડ ક્લાઈમેન્ટ રેસિલિયન્સ સેન્ટર ઓફ એકસલન્સ દ્વારા સમાજની ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી’ બનાવવામાં રહેલી મહત્વની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ કન્સલ્ટન્ટ ડો. શ્રુતિ અને ઓશીએ ઉપસ્થિતોના મંતવ્યો મેળવ્યા હતા.