ગુજરાતસુરત

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભાની મુલાકાત લઇ કાર્યવાહી નિહાળી, મંત્રીઓ તથા ધારાસભ્યોની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભા અંગે જુદી–જુદી રસપ્રદ માહિતી મેળવી વિધાનસભાની કાર્ય કરવાની પદ્ધતિ વિષે જાણકારી હાંસલ કરી : ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલાની અધ્યક્ષતા હેઠળ ચેમ્બરની ગર્વમેન્ટ લાયઝન કમિટી અને ઇન્ડસ્ટ્રીયલ ટુર કમિટી દ્વારા મંગળવાર, તા. ર૧ માર્ચ ર૦ર૩ ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત ગોઠવવામાં આવી હતી. જેમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર તથા ભૂતપૂર્વ પ્રમુખો પ્રવીણ નાણાવટી અને સીએ પી. એમ. શાહ તેમજ ગૃપ ચેરમેનો મનિષ કાપડીયા, સંજીવ ગાંધી, બિજલ જરીવાલા, વિજય મેવાવાલા, ડો. અનિલ સરાવગી, ધર્મેશ વાણિયાવાલા, ભરત વાણાવાલા અને રાજેન્દ્ર લાલવાલા ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ટુર કમિટીના ચેરમેન અરવિંદ બાબાવાલા, મેનેજિંગ કમિટીના સભ્યો તથા ગર્વમેન્ટ લાયઝન કમિટી અને ઇન્ડસ્ટ્રીયલ ટૂર કમિટીના સભ્યો જોડાયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બરના ૪૦ જેટલા સભ્યોના પ્રતિનિધિ મંડળે સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નિહાળી હતી. ત્યારબાદ ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ તેમજ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રીઓ ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા તેમજ ઉધનાના ધારાસભ્ય મનુભાઇ પટેલ અને લિંબાયતના ધારાસભ્ય સંગિતાબેન પાટીલની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા એ ભારત દેશના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારા સભા છે. હાલમાં, ધારાસભાના ૧૮ર ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮ર મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે. ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભા અંગે જુદી–જુદી રસપ્રદ માહિતી મેળવી આ વિધાનસભાની કાર્ય કરવાની પદ્ધતિ વિષે જાણકારી હાંસલ કરી હતી.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળની ગુજરાત વિધાનસભાની મુલાકાત માટે વ્યવસ્થા ગોઠવવા સહકાર આપવા બદલ ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાનો ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ખાસ આભાર વ્યકત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button