વેસુની યશોકૃપા નગરી ખાતે સમૂહ દીક્ષાનો રંગેચંગે પ્રારંભ
સુરતઃ ભક્તિ શ્રદ્ધા અને સમર્પણ થી છલકાતા સુરત નગરે
તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર દ્વારા સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવ સાથે સાથે સમૂહ દીક્ષા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં પાવન નિશ્રા ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા., શાસ્ત્ર સંશોધક પ.પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.,સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ.આ.ભ.શ્રી રત્નસુંદર સૂરીશ્વરજી મ.સા. આદિ વિશાળ શ્રમન શ્રમની વૃંદની નિશ્રામાં રોમે રોમે પરમ સ્પર્શ દીક્ષા મહોત્સવ વિરતિ રથ માં 23 દીક્ષા યોજાનાર હતી જે હવે 24 દીક્ષા માં પરિવર્તિત થઈ છે તે અંતર્ગત ત્રિદિવસીય મહોત્સવ ના પ્રથમ દિવસ નો પ્રારંભ આજે યશોકૃપા નગરી – બલર ફાર્મ વેસુ ખાતે યોજાયો હતો.
જેમાં આજે કારતક વદ બીજ બુધવાર ના શુભદિને સવારે 8:30 કલાકે ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા., શાસ્ત્ર સંશોધક પ.પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.,સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ.આ.ભ.શ્રી રત્નસુંદર સૂરીશ્વરજી મ.સા. 700 થી અધિક આદિ વિશાળ શ્રમણ શ્રમણી ભગવંતોનો પ્રવેશ યશોકૃપા નગરી ખાતે થયો હતો -સવારે 9:00 કલાકે પ્રવચન અને ઉપકરણની ઉછામણિ અંકુરભાઈ અને હાર્દિકભાઈના સથાવારે થઈ હતી અને બપોરે 2 કલાકે દિક્ષાર્થી ના ઉપકરણ વધામણાં અને દિક્ષાર્થી ની છાબ ભરવાની વિધિમાં હર્ષિતભાઈ અને ઈશાનભાઈ ઉપસ્થિતીમાં યોજાયું હતું
કારતક વદ ત્રીજ – 30 નવેમ્બર ગુરુવારના રોજ સવારે 9:00 કલાકે જાજરમાન વર્ષીદાનયાત્રા યોજાશે જેમાં દેશભરમાંથી વિધ-વિધ મંડળીઓ, હાથીઓ, ઘોડાઓ,
તેમજ દીક્ષાર્થીઓની જાજરમાન રથ યાત્રા વિવિધ વિવિધ માર્ગો ઉપર નીકળશે આ 24 દીક્ષા જોવા અને માણવા દેશભરમાં થી લોકો ઉમટી પડયા છે.