સુરત શહેરમાં શેલડીયા પરિવારના વર-વધુ એ પોતાની ગૃહસ્તી અંગદાન ના સંકલ્પ સાથે શરુ કરી
વરરાજા અને સાથે આવેલ જાનૈયાઓએ અંગદાન જાગૃતિ ના પ્લેકાર્ડ સાથે મારી એન્ટ્રી
સુરતઃ શહેરમાં લગ્નનો માહોલ હોઈ અને એમાં પણ વરરાજા ની એન્ટ્રી કરવવામાં ઇવેન્ટ વાળા કોઈ કસર ના છોડતા હોઈ ત્યારે આજે સુરત માં પહેલી વાર એક અનોખી એન્ટ્રી વરરાજા અને જાનૈયાઓએ મારી હતી. સમગ્ર લોકો એ હાથમાં અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ સાથે અને વરરાજાએ હાર્ટ સેફ નું પ્લેકાર્ડ લઇ લોકો માં અંગદાન જાગૃતિ નો મેસેજ આપ્યો હતો.
જયારે સામે કન્યાપક્ષ વાળા એ પણ આ અંગદાન જાગૃતિનો મેસેજ ને આવકારી અંગદાનની શપથ લીધેલ હતી. વધુમાં લગ્નમાં આવેલ બંને પક્ષોના મહેમાનઓએ પણ આ અંગદાન જાગૃતિ ના અભિયાન સાથે જોડાઈ શપથ લીધેલ હતી. વધુમાં વરરાજા ની કંકોત્રીમાં પણ અંગદાન અભિયાન નો મેસેજ આપી સમાજ માં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડયું હતું.
સુરત શહેરમાં આ શેલડીયા પરિવારના પહેલા લગ્ન હશે જેમાં લગ્ન ની શરૂવાત થી અંત સુધી અંગદાન જાગૃતિ અભિયાન માટે ના તમામ પ્રયાસો ની પહેલ કરી હતી.
અંગદાન જાગૃતિના આ અભિયાનમાં શેલડીયા પરિવાર સાથે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડીયા, બિપિન તળાવીયા, મિલન રાખોલિયા અને વિજય વણપરીયાથી સમગ્ર આયોજન પાર પાડવામાં આવ્યું હતું.