વાર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસમાં કોર્પોરેટ કમ્યૂનિકેશન્સના હેડ તરીકે દિપક નામ્બિયારની નિયુક્તિ
સુરત:– વાર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ લિમિટેડે શ્રી દિપક નામ્બિયારની કોર્પોરેટ કમ્યૂનિકેશન્સના હેડ તરીકે નિમણૂંક કરી છે. બે દાયકા કરતાં વધુ સમયની પ્રભાવશાળી કારકિર્દી ધરાવતા શ્રી નામ્બિયાર કંપનીની કમ્યૂનિકેશન વ્યૂહરચનાઓનો હવાલો સંભાળવા માટે સજ્જ છે જેનો હેતુ ડાયનેમિક ફૂડ એન્ડ બેવરેજીસ સેક્ટરમાં બ્રાન્ડની હાજરી વધારવાનો અને અસરકારક હિસ્સેદાર જોડાણ કરવાનો છે. તેમણે કમ્યૂનિકેશન, પબ્લિક રિલેશન્સ અને માર્કેટિંગમાં તેમની કુશળતા સાબિત કરી હતી. ઇલેક્ટ્રોનિક મીડિયાથી શરૂ થયેલી તેમની કારકિર્દીમાં તેમણે પરંપરાગત અને ડિજિટલ એમ બંને પ્રકારની કમ્યૂનિકેશન્સ ચેનલ્સમાં વ્યાપક સમજ કેળવી છે.
શ્રી નામ્બિયારની લીડરશિપમાં વિશ્વાસ વ્યક્ત કરતા વાર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર શીતલ ભાલેરાવે જણાવ્યું હતું કે “અમારી લીડરશિપ ટીમમાં દિપક નામ્બિયાર વ્યૂહાત્મક માર્કેટિંગ અને કમ્યૂનિકશન્સમાં તેમનો બહોળો અનુભવ તથા તેમનો નવીનતાસભર અભિગમ ભવિષ્ય માટે અમારા વિઝન સાથે સારી રીતે મેળ ખાય છે.
પોતાની નિયુક્તિ અંગે વાર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ લિમિટેડના કોર્પોરેટ કમ્યૂનિકેશન્સના હેડ તરીકે દિપક નામ્બિયારે જણાવ્યું હતું કે “વાર્ડવિઝાર્ડ ગ્રુપ સાથે જોડાવું અને વાર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ લિમિટેડ માટે કમ્યૂનિકેશનનો મેન્ડેટ આગળ ધપાવવાની જવાબદારી નિભાવવી એ વાસ્તવમાં એક વિશેષાધિકાર છે.