G9 ઇવેન્ટ અને Apex Entertainment એ ગરબા ક્લાસીસ સંચાલક અને ખૈલીયા સાથે મીટિંગ કરી
સુરત: ગુજરાતમાં દર વર્ષે ઉજવાતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક નવરાત્રીનો નવ દિવસનો તહેવાર છે. આ સમય દરમિયાન તમે સમગ્ર ગુજરાત રાજ્યને રોશનીથી નહાતું અને સુંદર રીતે શણગારેલું જોઈ શકો છો. દર વર્ષે G9 ઇવેન્ટ અને Apex Entertainment ગરબા નવરાત્રી એ સુરત શહેરમાં સૌથી પ્રખ્યાત અને મનોરંજક ઇવેન્ટ છે, જેમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓ પણ ભાગ લે છે.
G9 ઈવેન્ટ્સ અને એપેક્સ એન્ટરટેઈનમેન્ટના હિરેન કાકડિયા અને આશિષ કાકડિયાએ આ વર્ષે 3જીથી 12મી ઑક્ટોબર દરમિયાન યોજાનાર નવરાત્રિ ઉત્સવ સંદર્ભે મિસ્ટર કૅફે ખાતે એક બેઠકનું આયોજન કર્યું હતું.
જેમાં શહેરના 18 થી 20 ગરબા ક્લાસ સંચાલકો અને ખેલૈયાઓએ ભાગ લીધો હતો. આ મીટીંગમાં નવરાત્રી ડોમની રચના અને વ્યવસ્થા અને સ્પોન્સરશીપ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને દરેકના સૂચનો પણ લેવામાં આવ્યા હતા. જેથી ખેલૈયા માટે નવરાત્રી વધુ સારી બનાવી શકાય.
વધુમાં હિરેન કાકડીયા એ જણાવ્યું હતું કે આ વર્ષે અમારી સાથે લગભગ 4500 ટ્રેડિશનલ ખેલૈયાઓ અને 3000 જેટલા નોન ટ્રેડિશનલ ખેલૈયાઓ અમારી સાથે જોડાઈ ગયા છે.