બિઝનેસ

ટાટા એઆઈએને ટોપ 10 ગ્લોબલ રેન્કિંગમાં સ્થાન મળ્યું

સુરત: ભારતની અગ્રણી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ (ટાટા એઆઈએ)એ જાહેરાત કરતાં આનંદ અનુભવે છે કે કંપનીએ 2024* માટે ગ્લોબલ મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ (એમડીઆરટી) રેન્કિંગમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. કંપનીએ ભારતમાં 2,584 રજિસ્ટર્ડ એમડીઆરટી સાથે સૌથી વધુ એમડીઆરટી-લાયકાત ધરાવતા લાઇફ ઇન્શ્યોરન્સ એડવાઇઝર્સ મેળવ્યા છે. 1,238 લાયક મહિલા એમડીઆરટી એડવાઇઝર્સ સાથે, કંપની મહિલા એમડીઆરટી સભ્યો ધરાવતી કંપનીઓમાં વિશ્વમાં સાતમા** અને ભારતમાં પહેલા ક્રમે છે.

ટાટા એઆઈએના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર – પ્રોપ્રાઈટરી બિઝનેસ અમિત દવેએ જણાવ્યું હતું કે, “સતત બીજા વર્ષે ભારતમાં સૌથી વધુ સંખ્યામાં એમડીઆરટી મેમ્બર હાંસલ કરતા અને વિશ્વમાં છઠ્ઠા ક્રમની એમડીઆરટી કંપની બનવાની સિદ્ધિ હાંસલ કરતા અમને ખૂબ જ ગર્વ થાય છે.

Financial Professionals® ના અગ્રણી એસોસિયેશન એમડીઆરટી એ 80 દેશો અને પ્રદેશોમાં 700થી વધુ કંપનીઓના વિશ્વના અગ્રણી લાઇફ ઇન્શ્યોરન્સ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ પ્રોફેશનલ્સનું સ્વતંત્ર એસોસિયેશન છે. એમડીઆરટી સભ્યો અસાધારણ વ્યાવસાયિક જ્ઞાન, કડક નૈતિક આચરણ અને ઉત્કૃષ્ટ ક્લાયન્ટ સર્વિસ પૂરી પાડે છે. એમડીઆરટી સભ્યપદ આંતરરાષ્ટ્રીય સ્તરે લાઇફ ઇન્શ્યોરન્સ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝના વ્યવસાયમાં શ્રેષ્ઠતાના ધોરણ તરીકે ઓળખાય છે.

કંપનીએ પાછલા વર્ષની સરખામણીમાં નોંધાયેલા એમડીઆરટી ક્વોલિફાઇડ એડવાઇઝર્સમાં 30.64 ટકાનો વધારો જોવા મળ્યો છે. સમાન સમયગાળા માટે, મહિલા એમડીઆરટી ક્વોલિફાયર્સમાં 32.26 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટાટા એઆઈએને એમડીઆરટી એજન્ટો અને કર્મચારીઓની મોટી સંખ્યા હોવાને કારણે ફાયદો થયો છે કારણ કે તે 5 દ્રઢતા સમૂહમાંથી 4માં પહેલો ક્રમ મેળવીને દ્રઢતા પર તેની નેતૃત્વ સ્થિતિને મજબૂત બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button