બિઝનેસ

એમેઝોન સ્પેશિયલ્સ પર ભારતમાં HMD Crest and HMD Crest Max5G સ્માર્ટફોન લોન્ચ થયા

સુરત – એચએમડીએ આજે ​​તેના નવીનતમ સ્માર્ટફોન HMD Crest and HMD Crest Max લોન્ચ કરવાની જાહેરાત કરી છે. HMD Crest સ્માર્ટફોન ફોટોગ્રાફીમાં એક નવું સ્ટાન્ડર્ડ બનાવે છે, જેમાં પ્રભાવશાળી 50MP સેલ્ફી કેમેરા છે જે અદ્ભુત ડિટેલ્સ મેળવે છે અને તરત જ શેર કરી શકાય તેવા પરિણામો આપે છે.

નવા લોન્ચ અંગે એચએમડીના ઈન્ડિયા અને એપીએસીના વીપી રવિ કુંવરેજણાવ્યું હતું કે, “HMD Crestઅને HMD Crest Maxના લોન્ચ HMD Crest લાઇનઅપ માત્ર અદ્યતન ટેક્નોલોજી વિશે જ નથી પણ આજના જેન ઝી ગ્રાહકોના મૂલ્યો સાથે જોડાવા વિશે પણ છે, જેઓ એવી ડિવાઇસને પસંદ કરે છે જે વેલ્યુ પ્રપોઝિશન પર ખરી ઉતરે અને લેટેસ્ટ ડિઝાઇન ધરાવતા હોય. ભારતીય ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરે પરંતુ વધુ ટકાઉ તથા જોડાયેલ વિશ્વમાં પણ યોગદાન આપે.”

HMD Crest and HMD Crest Maxની મુખ્ય વિશેષતાઓઃ ઇમેજ ક્રિએટર્સ માટેઃ HMD Crestસેગમેન્ટમાં પ્રથમ વખત 50MP સેલ્ફી કેમેરા અને 50MP ડ્યુઅલ એઆઈરીઅર કેમેરા ધરાવે છે,એડવાન્સ્ડ કેમેરા સિસ્ટમ: HMD CrestMaxમાં 64MP મેઇન કેમેરા, 5MP અલ્ટ્રાવાઇડ અને પાછળના ભાગે 2MP મેક્રો લેન્સ અને 50MP સેલ્ફી કેમેરા છે.વાઇબ્રન્ટ ડિસ્પ્લે: 6.67″ FHD+ OLED ડિસ્પ્લેનો આનંદ માણો, ઇમર્સિવ મનોરંજન અને સોશિયલ મીડિયા અનુભવો માટે પરફેક્ટ છે.

800 ચાર્જિંગ સાયકલ્સ અને 33W ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરતી 5000mAhબેટરીથી સજ્જ. HMD CrestMaxમાં 16GB RAM (8GB ફિક્સ્ડ + 8GB વર્ચ્યુઅલ) છે અને 256GB સ્ટોરેજ એપ્સ, ફોટા અને મીડિયા માટે પૂરતી સ્પેસ આપે છે અને HMD Crest12GB RAM (6GB ફિક્સ્ડ + 6GB વર્ચ્યુઅલ) અને 128 GB સ્ટોરેજ ધરાવે છે જે એપ્લિકેશન્સ, ફોટા અને મીડિયા માટે પૂરતી સ્પેસ પૂરી પાડે છે. પાવરફુલ UnisocT760 5G, 6nm, ઓક્ટા કોર પ્રોસેસર જે 5.1 લાખથી વધુનો AntutuScroreધરાવે છે.

નવા જોડાણ વિશે ઉલ્લેખ કરતા એમેઝોન ખાતે એમેઝોન ઈન્ડિયાના વાયરલેસ એન્ડ હોમ એન્ટરટેઇનમેન્ટના ડિરેક્ટરરણજીત બાબુએ જણાવ્યું હતું કેઅમે Human Mobile Devices (HMD)નું Amazon.inપર સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ, જે ભારતીય બજારમાં હાઇ-ક્વોલિટી, ફીચરથી ભરપૂર 5G ડિવાઇસીસ સાથે ડિઝાઇન અને કેમેરાને મુખ્ય ખાસિયતો તરીકે રજૂ કરીને પ્રવેશી કરી રહી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button