સુરત

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ઘ્યાને લઇ સુરત smc કમિશનરે  તમામ ઝોનના વિભાગીય વડાઓ અને ઝોનલ અધિકારીઓ સાથે મિટીંગ યોજી

પૂર્વ તૈયારીઓ કરવાના ભાગરૂપે એકશન પ્લાન તૈયાર કરી તાકીદે કામગીરી કરવા સુચના આપી હતી

સુરત : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ઘ્યાને લઇ આજરોજ કમિશનર  શાલિની અગ્રવાલે આઇ.સી.સી.સી સેન્ટર ખાતે તમામ ઝોનના વિભાગીય વડાઓ અને ઝોનલ અધિકારીઓ સાથે મિટીંગ યોજી હતી. જેમાં છેલ્લાં ર૪ કલાક દરમ્યાન થયેલ અતિભારે વરસાદના કારણે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારમાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી તથા હવામાન વિભાગની વરસાદના રેડ એલર્ટ અન્વયે આગામી સમયમા જરૂરી પૂર્વ તૈયારીઓ કરવાના ભાગરૂપે એકશન પ્લાન તૈયાર કરી તાકીદે કામગીરી કરવા સુચના આપી હતી.

શહેરના નીચાણવાળા અને ખાડી વિસ્તારોમાં જરૂર પડયે અસરગ્રસ્તોને સ્ કરાવવાની વ્યવસ્થા કરવી.
શહેરના નીચાણવાળા અને ખાડી વિસ્તારોમાં જરૂર પડયે લાઉડસ્પીકરથી સુચનાઓ આપવી.
તમામ ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ પાણીની તાકીદે નિકાલ અને સાફ-સફાઇની કામગીરી તેમજ દવાનો છટંકાવ કરાવવો.શહેરના તમામ વિસ્તારોમાં પડી ગયેલ ઝાડનો તાકીદે નિકાલ કરી રસ્તાઓ ખુલ્લા કરવા.
વીજ પુરવઠો ન ખોરવાઇ તે માટે ડી.જી.વી.સી.એલ અને ટોરેન્ટ પાવરના સંકલનમાં રહી કામગીરી કરવી.

શહેરમાં આવેલ ગરનાળા અંડરપાસમાં પાણી ભરાયા હોય ત્યાં બેરીકેટ લગાડી લોકોની અવરજવર રોકવી.
આગોતરા આયોજનના ભાગરૂપે ડ્રેનેજ વિભાગ ફાયર વિભાગ આરોગ્ય વિભાગ ગાર્ડન વિભાગની હાઇડ્રોલિક વિભાગની તમામ મશીનરી અને કર્મચારીની ટીમો તૈયાર રાખવી જેથી તાકીદે કામગીરી કરી શકાય. વડીલો નાના બાળકો સર્ગભા મહિલાઓએ બિનજરૂરી બહાર ન નીકળવા તથા નદી ,ખાડી અને પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોમા જવાનું ટાળવા સુચના આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button