એજ્યુકેશન

રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેડલ જીત્યા

National kudo competition માં બોય્સ અંડર-10, 36kg. weight category માં ગોલ્ડ મેડલ

સુરત : શહેરમાં આવેલી ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ, જહાંગીરાબાદે weight category તથા 500m. Quad category 2024 માં સિદ્ધિની દિશામાં અવિશ્વસ્નીય સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં જશ પરમાર અને જનીત જોશીએ પોતાના પરિશ્રમથી ધાર્યું પરિણામ મેળવી જીત હાંસલ કરી છે.

જેમાં જશ પરમારે હિમાચલ પ્રદેશમાં યોજાયેલ National kudo competition માં બોય્સ અંડર-10, 36kg. weight category માં ગોલ્ડ મેડલ મેળવી સંખ્યાબંધ સ્પર્ધકોની વચ્ચે શાળાનું નામ સૂર્ય સમાન ચમકાવ્યું છે. તેમજ જનીત જોશી એ ખેલ મહાકુંભ, રાજ્ય કક્ષાએ બોય્ઝ અંડર-14, Quad category 500m. સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી શાળાની સફળતાની હારમાળામાં વધુ એક મોતી ઉમેર્યું છે.

આ પ્રસંગે સ્કૂલના પ્રેસિડન્ટ શ્રી રામજીભાઇ માંગુકિયા, વાઇસ પ્રેસિડન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઇ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ તૃષાર પરમારે સ્પર્ધક વિજેતાને ખૂબ અભિનંદન તથા પ્રોત્સાહન આપ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button