સોની ઈન્ડિયાએ સ્પીકર્સ અને હેડફોનની નવી સિરિઝ ULT પાવર સાઉન્ડ લોન્ચ કરી
નવી સિરિઝમાં વાયરલેસ સ્પીકર્સ ULT ટાવર 10, ULT ફિલ્ડ7, ULT ફિલ્ડ1 અને બાહ્ય અવાજને દૂર કરતુ વાયરલેસ હેડફોન ULT વેયર સમાવિષ્ટ છે

સુરત: સોની ઈન્ડિયાએ આજે વાયરલેસ સ્પીકર્સ અને નોઈસ-કેન્સલિંગ હેડફઓન્સની નવી અલ્ટ પાવર સાઉન્ડ (ULT POWER SOUND®[1]) સિરિઝ લોન્ચ કરી છે. જે યુઝરને એક નવી અલગ જ દુનિયામાં હોવાનો અનુભવ કરાવશે. સંગીત પ્રેમીઓને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલી આ સિરિઝ પાવરફૂલ ડીપ સાઉન્ડ ઉત્પન્ન કરે છે. નવી સિરિઝમાં વાયરલેસ સ્પીકર્સ ULT ટાવર 10, ULT ફિલ્ડ7, ULT ફિલ્ડ1 અને બાહ્ય અવાજને દૂર કરતુ વાયરલેસ હેડફોન ULT વેયર સમાવિષ્ટ છે. સિરિઝના તમામ મોડલ્સમાં ULT બટન આપવામાં આવ્યું છે. જે એક અથવા બે અલગ-અલગ સાઉન્ડ મોડ્સ સાથે મ્યુઝિકમાં વધારો કરી વધુ સારી સિગ્નેચર સાઉન્ડ ક્વોલિટી પ્રદાન કરે છે.
નવી ULT પાવર સાઉન્ડ પ્રોડક્ટ્સ (ULT પાવર 10, ULT ફિલ્ડ 7, ULT ફિલ્ડ 1, ULT વેર હેડફોન્સ) સોનીના તમામ રિટેલ સ્ટોર્સ (સોની સેન્ટર અને સોની એક્સક્લુઝિવ), www.ShopatSC.com પોર્ટલ પર અને મોટા ઈલેક્ટ્રોનિક સ્ટોર્સ તથા અન્ય ઈ-કોમર્સ વેબસાઈટ પર 27 મે, 2024થી ઉપલબ્ધ થશે. ઓનલાઈન અને ઓફલાઈન ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ULT ટાવર 10 પર વધારાનું રૂ. 6000નું કેશબેક તથા ULT ફિલ્ડ 7 પર રૂ. 3000નુ કેશબેક મળશે.
ULT ટાવર 10:આ શક્તિશાળી સ્પીકર્સ, જેનો 360° અવાજ, 360° પાર્ટી લાઈટ અને વાયરલેસ માઈકની મદદથી કેરેઓકેની મદદથી તમારા ઘરને પાર્ટી સેન્ટ્રલમાં તબદીલ કરી શકો છો. તમે તમારા ટીવી સાથે આ સ્પીકરને જોડી તમારુ મનપસંદ મનોરંજન આકર્ષક અવાજમાં માણી શકો છો. ULT પાવર સાઉન્ડ–યુનિક બાઝ સાથે તમારી લો-એન્ડ ફ્રિકવન્સીમાં વધારો કરો.