સ્માર્ટ મીટર ની વિરુદ્ધ માં દક્ષિણ ગુજરાત વીજ કંપની-કાપોદ્રા ખાતે વાંધા અરજીઓ જમા કરાવી
સીતાનાગર થી નીકળીને DGVCL કાપોદ્રા ખાતે મોરચો ગયો હતો
સુરતઃ આજરોજ કાપોદ્રા DGVCL ખાતે સ્માર્ટ મીટર ના વિરોધમાં વાંધા અરજીઓ જમા કરાવવામાં આવી હતી. વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં સ્થાનિક કોર્પોરેટર શોભનાબેન કેવડિયા અને જીતેન્દ્રભાઈ કાછડીયા સાથે પુણા વિસ્તારના સોસાયટીઓના પ્રમુખ,આગેવાનોએ હાજરી આપી હતી.
આ મુદ્દે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, જ્યારે રાજ્ય માં ઠેર ઠેર વિરોધ ની વચ્ચે પણ સ્માર્ટ મીટરો લગાવવા મા આવી રહ્યા છે ત્યારે અન્યાય અને તાનાશાહી સામેની લડાઈ માં અમે વિસ્તાર ની સોસાયટીઓ અને પ્રમુખશ્રીઓની સાથે છીએ અને સ્માર્ટ મીટર વિરુદ્ધ ની લડાઈ માં દરેક જગ્યા એ અમે સમર્થન કરીએ છીએ.અમે સોસાયટી સોસાયટીએ મિટિંગો કરી ને લોકો સાથે ચર્ચા કરીએ છીએ તમામ લોકો આ સ્માર્ટ મીટર ની વિરુદ્ધ માં છે અને આ લડાઈ ના સમર્થન આપી રહ્યા છે.
સ્માર્ટ મીટર નો રાજ્ય ભર માં વિરોધ થઈ રહ્યો છે છતાં હજુ સુધી સ્માર્ટ મીટર રદ કરવામાં નથી આવ્યા ત્યારે આ મુદ્દે અમે લોકો ને સાથે રાખીને લડત લડી રહ્યા છીએ અને અમારા વિસ્તાર માં સ્માર્ટ મીટર નહિ લગાવવા માટે આજે વાંધા અરજીઓ રજૂ કરી છે.આ પહેલા પણ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય ભર માં આવેદન પત્રો આપીને આ સ્માર્ટ મીટરો રદ કરવાની માંગ અને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની માંગ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી સામાન્ય જનતા ની સાથે છે અને આ સ્માર્ટ મીટર રદ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.સ્માર્ટ મીટરો ની જગ્યા સ્માર્ટ સિસ્ટમ ની રાજ્ય ને જરૂર છે થોડાક વરસાદ અને પવન માં વીજળી ગુલ થઈ જાય છે વીજળી ગુલ થયા પછી કસ્ટમર કેર નંબરો માં કોલ ઉપાડવામાં આવતા નથી ગામડાઓ માં અડધી રાતે પાવર આપવામાં આવે છે તેથી અડધી રાતે ખેડૂતો ને પાણી વાળવા જવું પડે છે રસ્તાઓ વચ્ચે TC મૂકી દેવાયા છે જે ટ્રાફિકો સર્જે છે તો આ બધી સિસ્ટમ ને સ્માર્ટ કરવાની જરૂર છે. સ્માર્ટ મીટર લાવીને જનતા ને લૂંટવાની કોઈ જરૂર નથી.
આજરોજ સવારે 10:30 કલાકે પીર દરગાહ મેઈન રોડ પર ભેગા થઈને ત્યાંથી 10:45 એ સીતાનાગર થી નીકળીને DGVCL કાપોદ્રા ખાતે મોરચો ગયો હતો.