સુરત : ભારતના સૌથી વિશ્વસનીય યુઝ્ડ કાર રિટેઇલિંગ પ્લેટફોર્મ સ્પિનીએ સુરતમાં વધુ એક કાર ડીલર્સ મીટનું સફળ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઓક્શન પ્લેટફોર્મ સ્પિની પાર્ટનર્સ દ્વારા ડીલર્સને કાર પ્રદાન કરવાની સ્પિનીની કટીબદ્ધતા દર્શાવાઇ હતી. વિશિષ્ટ રેટિંગ્સ દ્વારા ડીલર્સ તેમના બિઝનેસ માટે યોગ્ય કારની પસંદગી કરી શકે છે. હાલમાં 8,000થી વધુ ડીલર પાર્ટનર્સ ઓનબોર્ડ છે, જેઓ પારદર્શિતા, વિશ્વાસ અને નૈતિક રીતે વ્યવસાયિક ઉત્કૃષ્ટતાને આગળ ધપાવી રહ્યાં છે.
કાર્યક્રમની સફળતા વિશે સ્પિનીના વાઇસ પ્રેસિડેન્ટ ગુરવીન બેદીએ કહ્યું હતું કે, “અમારા પાર્ટનર્સને હોસ્ટ કરતા અમે ખુશી અનુભવીએ છીએ તથા સુરતમાં આ કાર્યક્રમ ગુજરાત માર્કેટમાં ડીલર્સનો વિશ્વાસ હાંસલ કરવામાં વધુ એક કદમ છે. આસપાસના જિલ્લાઓના ડીલર્સ ભેગા મળીને વિચારોની આપ-લે કરે, બેસ્ટ પ્રેક્ટિસિસ શેર કરે તથા વૃદ્ધિ માટે નવી તકો શોધે તે જોવું પ્રેરણાદાયી છે. આ કાર્યક્રમ ડીલર્સને સશક્ત કરવા અને ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાના અમારા મીશનની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. ”સ્પિની પાર્ટનર્સ મીટનો ઉદ્દેશ્ય મજબૂત સંબંધોની રચના કરવાનો તથા યુઝ્ડ કાર ઇન્ડસ્ટ્રીમાં વૃદ્ધિને બળ આપવાનો છે. તેમાં ડીલર્સ એકબીજાને મળ્યાં હતાં,
અનુભવોની આપ-લે કરી હતી તથા મૂલ્યવાન સંબંધોનું નિર્માણ કર્યું હતું. સ્પિનીની ડીલરશીપે તેમના વિઝન અને ભાવિ યોજનાઓ વિશે માહિતી આપી હતી તથા ડીલરની કામગીરી અને વેચાણ વધારવા માટે નવી સેવાઓ રજૂ કરી હતી. એક ઓપન ફોરમમાં ડીલર્સે પ્રતિક્રિયા આપવા અને સુધારા માટે સૂચનો આપ્યાં હતાં. નિષ્ણાંત વક્તાઓએ માર્કેટ ટ્રેન્ડ્સ અને ભાવિ દેખાવ વિશે જાણકારી આપી હતી, જેથી ડીલર્સને માહિતગાર રહેવામાં મદદ મળી રહે.