સુરતમાં ડાઉન સિન્ડ્રોમ બાળકો માટે યોજાયો મેડિકલ કેમ્પ, ‘IAP કી બાત કોમ્યુનિટી કે સાથ’ પ્રોગ્રામ કરાયો લોન્ચ
ડાઉન સિન્ડ્રોમ ધરાવતા 60થી વધુ બાળકોની તદ્દન નિઃશૂલ્ક રીતે તપાસ કરવામાં આવી
સુરતની આશુતોષ હોસ્પિટલ ખાતે ડાઉન સિન્ડ્રોમ બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડાઉન સિન્ડ્રોમ ધરાવતા 60થી વધુ બાળકોની તદ્દન નિઃશૂલ્ક રીતે તપાસ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ પિડિયાટ્રીક તબીબોએ બાળકોની તપાસ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમમાં IAP ના નેશનલ પ્રેસિડેન્ટ ડો. જી.વી.બસવરાજ દ્વારા “આઈ.એ.પી. કી બાત કોમ્યુનીટી કે સાથ” પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો.
ડો. પ્રશાંત કારિયા અને ડો. મહેશ પટેલએ કહ્યું કે, આ પ્રોગ્રામમાં નેશનલ નિષ્ણાંતોની ટીમ દ્વારા જાહેર જનતાને બાળકોને હેલ્થી રાખવા અને એમનામાં જોવા મળતી કોમન બિમારીઓ વિષે સાયન્ટીફીક માહિતી આપવામાં આવી હતી. અત્યાર સુધી “ એનીમિયા કી બાત કોમ્યુનીટી કે સાથ” , “ઓબેસિટી મુક્ત ભારત” અને ડાઉન સિન્ડ્રોમ બાળકો માટેની માહિતી IAP દ્વારા શેર કરવામાં આવી છે. ડો. બસવરાજએ કહ્યું કે, ડાઉન સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિનું ઉમરમાં પણ હવે વધારો થયો છે. આપણા દેશમાં ટેસ્ટ ઓછા થતાં હોવાથી હાલ સંખ્યા ઓછી દેખાય છે. પરંતુ હજારમાં એક બાળકને આ પ્રકારની તકલીફ હોવાની સામે આવે છે.
ડો. અશ્વિની શાહ અને ડો. રાજીવ રાય ચૌધરીએ કહ્યું કે, સુરત પીડિયાટ્રીકસ એસોસિયેશન ચેરીટેબલ ટ્રસ્ટ કે જે IAPની સુરત બ્રાંચ છે અને એડોલેસન્ટ હેલ્થ એકેડેમી સુરત બબલ ફાઉન્ડેશનના સહયોગ દ્વારા આસુતોષ હોસ્પીટલની મદદથી ડાઉન સિન્ડ્રોમ ના બાળકો માટે મેગા મલ્ટીસ્પેસીઆલીટી ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરેક ડોક્ટર દ્વારા બાળકોના વિકાસની તપાસ, થાયરોઈડ અને અન્ય હોર્મોનની તપાસ, લોહીના રોગોની તપાસ, પેટની તપાસ, કીડનીની તપાસ, હાડકાની તપાસ, દાંતની તપાસ, આંખની તપાસ, કાન,નાક અને ગળાની તપાસ અને હ્રેદયના ઇકો (2 D Echo) ની તપાસ વિના મુલ્યે કરવામાં આવી હતી.