બિઝનેસ

અપસ્ટોક્સે ‘Cut the Kit Kit’ કેમ્પેઇન લોન્ચ કર્યું

સુરત: – ભારતના સૌથી ઝડપથી વિકસી રહેલા અને સૌથી ઊંચું રેટિંગ ધરાવતા ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ અપસ્ટોક્સે નવું બ્રાન્ડ કેમ્પેઇન ‘Cut the Kit Kit, Get in the Market’આજે લોન્ચ કર્યું હતું. અપસ્ટોક્સ રિટેલ ઇન્વેસ્ટર્સને યોગ્ય રીતે રોકાણ કરવા માટે અવ્યવસ્થા, કોલાહલ અને મહિતીના અતિરેકથી દૂર રહીને તેમની મદદ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. તેના આંતરિક રિસર્ચ દ્વારા અપસ્ટોક્સે જાણ્યું છે કે યુઝર્સને ઘણીવાર ખોટી રીતે વેચવામાં આવતી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ, ગેરમાર્ગે દોરતી સલાહ, માહિતીનો અતિરેક અને જટિલ શબ્દો જેવા અનેક પડકારોનો સામનો કરવો પડે છે.

કેમ્પેઇનના લોન્ચ અંગે અપસ્ટોક્સના કો-ફાઉન્ડર કવિતા સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે “ભારતમાં હંમેશા રોકાણ કરતાં બચતને વધુ પ્રાધાન્ય અપાતું રહ્યું છે. સ્પષ્ટ અને ઉપલબ્ધ માહિતીના અભાવ જેવા મહત્વના અવરોધના લીધે નબળા માહિતગાર રોકાણ નિર્ણયો લેવાય છે.અપસ્ટોક્સનુ મિશન સામાન્ય નુકસાનથી બચાવીને તમામ એસેટ ક્લાસમાં સમજણપૂર્વક રોકાણ કરવા માટે દરેક ભારતીયને યોગ્ય જ્ઞાન અને ટૂલ્સ સાથે સશક્ત બનાવવાનું છે.” આ સંદેશને રોકાણકારોમાં ફેલાવવા માટે અપસ્ટોક્સે ‘Cut the Kit Kit, Get in the Market’ ખ્યાલની આસપાસ ફરતો એક કેમ્પેઇન વીડિયો લોન્ચ કર્યો છે.

કેમ્પેઇનમાં અપસ્ટોક્સના મજબૂત પ્લેટફોર્મ ઓફરિંગની ઝલક જોવા મળે છે જેમાં નીચેની બાબતો સમાવિષ્ટ છેઃ ક્યુરેટેડ ટોપ ફંડ્સ, લક્ષ્યાંક આધારિત રોકાણ, માહિતગાર સ્ટોક પસંદગીઓ,વિવિધ રોકાણ વિકલ્પો, એસઆઈપી સાથે સરળ રોકાણ,કોમ્પ્રિહેન્સિવ વેલ્થ ટ્રેકિંગ,આ પ્લેટફોર્મ સાથે અપસ્ટોક્સ યુઝર્સને બજારના કોલાહલથી દૂર જઈને સમજદાર રોકાણ નિર્ણયો લેવા માટે મદદ કરવા માંગે છે અને બચત, રોકાણ, ટ્રેડિંગ અને સંપત્તિ સર્જનની દરેકની જરૂરિયાત મુજબનું એક સર્વાંગી વેલ્થ ક્રિએશન પ્લેટફોર્મમાં પરિવર્તિત થવાનો ઉદ્દેશ ધરાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button